પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૫૮
મોમ્બાસા, તા. ૨-૫-૧૯૭૦
આજે એકાદશી હતી. સો જેટલા યુવકો તથા સંતોએ નિર્જળ ઉપવાસ કરેલા. સાંજે મંદિરમાં સભા થઈ. આશાભાઈ, રવિભાઈ, મહેન્દ્રભાઈએ વાતો કરી. લાઇટને લીધે જીવડાં બહુ આવતાં હતાં એટલે લાઇટો બંધ કરી.
તે જોઈ યોગીજી મહારાજ કહે, 'જીવડાં ભલે આવે, જીવડાંને સંબંધ થશે તો અક્ષરધામમાં જશે...' એમ સૌને આનંદ પમાડી, લાઇટો ચાલુ કરાવી. આરતી કરીને પછી ઉતારે, રવિભાઈ પંડ્યાને બંગલે 'અક્ષરધામ'માં પધાર્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-10:
Power of Bhakti
"Bhakti has a lot of power; and while gnãn and vairãgya also have such power, it is not as much as that of bhakti. However, true bhakti is extremely rare…"
[Gadhadã II-10]