પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-4-2017, નૈરોબી
જેવી પૂજા પૂર્ણ થઈ કે તરત બધા બાળકોને સ્વામીશ્રીએ સમીપે બોલાવ્યા. વર્ણી પટેલ નામના બાળકે આજે ગઢડા અંત્ય પ્રકરણના 7મા વચનામૃતનો મુખપાઠ રજૂ કર્યો હતો.
તેની સામું જોઈને સ્વામીશ્રી બોલ્યા : ‘ગયે વખતે ‘બાળદિન’માં આ યોગીગીતાના સાત મુદ્દા બોલી ગયો હતો.’
બધા સ્તબ્ધ થઈ ગયા, કારણ કે બાળદિન ગયા મહિનાની 20મી તારીખે ઉજવાયો હતો ! શું અદ્ભુત સ્વામીશ્રીની સ્મૃતિશક્તિ છે ! કયો બાળક કયા દિવસે કયો મુખપાઠ બોલ્યો હતો તે પણ યાદ છે !
Vachanamrut Gems
Gadhadã II-13:
The Obstacle-free Path
"… Hence, there is no other obstacle-free path like that of having the firm refuge of God."
[Gadhadã II-13]