પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૫૭
મોમ્બાસા, તા. ૧-૫-૧૯૭૦
સવારે સાડાપાંચ વાગે ઉઠાડ્યા. યોગીજી મહારાજ કહે, 'સ્વપ્નું આવ્યું. અન્નકૂટનાં દર્શન થયાં. સારંગપુરમાં, શાસ્ત્રીજી મહારાજ હતા. અન્નકૂટનાં બહુ સરસ દર્શન થયાં...'
'બાપા ! સ્વપ્નામાં દર્શન કર્યાં. પ્રત્યક્ષ અન્નકૂટ સારંગપુર નહિ કર્યા હોય ?' નારાયણ ભગતે પૂછ્યું.
'સારંગપુરમાં પ્રત્યક્ષ અન્નકૂટ કરેલા છે. (સંવત) ૧૯૬૭થી ૧૯૮૮ સુધી અન્નકૂટ સારંગપુર કર્યા. બરવાળાથી કંદોઈ આવતા ને અમે મદદ કરતા ને પછી ગોંડલ મંદિર થયું ને કુબેરભાઈ ને બધા હરિભક્તો ભેગા થયા હતા તે શાસ્ત્રીજી મહારાજ કહે, 'આ જોગી અહીંના મહાંત છે (તે અહીં અન્નકૂટ કરે તો ઠીક) તે ત્યારથી પછી ગોંડલ અન્નકૂટ કરીએ છીએ...'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-10:
A True Devotee
"… Even a sinner would perceive divinity in the divine actions of God; a true devotee of God, however, would perceive divinity even when God performs human-like actions…"
[Gadhadã II-10]