પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૫૫
ગોંડલ, તા. ૨૧-૨-'૬૧
યોગીજી મહારાજ માટે એમની તાસીરને અનુકૂળ સાદી રસોઈ રોજ બનતી. સ્વામીશ્રીએ અમને આજ્ઞા કરી હતી કે 'થાળ તૈયાર થાય ત્યારે દેરીમાં ધરાવી પછી મને જમવા બોલાવવો.'
એક દિવસ ઉતાવળ થતાં દેરીમાં થાળ ધરાવવો રહી ગયો ને સ્વામીશ્રીને જમાડી દીધા. તે દિવસે સાંજે સ્વામીશ્રીએ મને બોલાવ્યો ને કહ્યું, 'તમારે રોજ થાળ ધરીને મને જમવા બોલાવવો. આજે થાળ ધરાવ્યો હતો કે નહિ ?' એમ અંતર્યામીપણે મને પૂછ્યું. ભક્તિભાવનું આવું સતત જાણપણું સ્વામીશ્રી વારંવાર આપતા.
આજે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળમાંથી શાસ્ત્રીશ્રી ધર્મજીવનદાસ પણ સ્વામીશ્રીની તબિયત જોવા પધાર્યા હતા. સ્વામીશ્રી તેમને મળીને બહુ રાજી થયા હતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-37:
Taking Advice Positively
“… Therefore, regardless of how much God or the Satpurush insults him for the purpose of eradicating his swabhãvs, and regardless of the harsh words they may utter – a person who wishes to eradicate his innate natures should not feel hurt in any way and should consider only the virtues of the person advising him. If one behaves in this manner, then that nature, which otherwise could not be eradicated in any way, is eradicated.”
[Gadhadã II-37]