પ્રેરણા પરિમલ
સૌના સેવક, સૌના દાસ
શ્રીજીમહારાજ કહે છે : 'જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા-ચાકરી મળે ત્યારે મોટું ભાગ્ય માનીને સેવા કરવી...' (વચ.ગ.મ.૪૧) સ્વામીશ્રીના જીવનમાં આ ચરિતાર્થ થયેલું છે.
'૮૪માં સ્વામીશ્રી પ્રેસ્ટન બિરાજતા હતા. ગીલ્ડહૉલની દબદબાભરી જાહેરસભામાંથી સ્વામીશ્રી પ્રેસ્ટન મંદિરે ઉતારે પધાર્યા, ત્યારે ખંડમાં સોફા પાસે વાંચેલા પત્રોના ફાડેલા ટુકડા વેરાયેલા પડ્યા હતા. સ્વામીશ્રીએ જાતે જ નીચા નમી બધા ટુકડા વીણી લીધા. ધાર્યું હોત તો સેવકોને સ્વામીશ્રી કહી શકત, પણ જેઓ સૌના સેવક બનીને વર્તે છે તેમને આ દાસત્વ સહજ છે.
ઘણીવાર સ્વામીશ્રી સ્વચ્છતાની આવી નાની નાની ક્રિયાઓ કરવા જાતે મંડી પડે છે. લુસાકામાં શૌચવિધિ બાદ સ્વામીશ્રી ધૂળથી હાથ ધોવા પધાર્યા. સૌએ ત્યાં જ હાથ ધોયેલા તેથી ટબ બગડેલું હતું. હાથ ધોઈ સ્વામીશ્રી ટબ સાફ કરવા મંડી પડ્યા. શ્વેતવૈકુંઠ સ્વામીએ કહ્યું : 'બાપા ! રહેવા દો, એ તો અમે સાફ કરી લઈશું.'
સ્વામીશ્રી કહે : 'આ તો અમારા હાથ બગડેલા છે તે કરી નાખીએ, ભક્તોની સેવા ક્યાંથી ? સ્વયંસેવક થવું પડે ને !'
Vachanamrut Gems
Loyã-9:
The Need of a Satpurush To Attain Gnan
"Gnãn arises if one listens to the Upanishads such as the Bruhadãranya Upanishad, Chhãndogya Upanishad, Kathavalli Upanishad, etc.; the Bhagwad Gitã; the Vãsudev Mãhãtmya; the Vyãs Sutra and other scriptures from a Satpurush."
[Loyã-9]