પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૫૪
ગોંડલ, તા. ૨૧-૨-'૬૧
રાત્રે યોગીજી મહારાજ ઉકાળો પી રહ્યા હતા. પછી અમે સૌ સંતોએ સ્વામીશ્રીને વિનંતી કરી કે 'બાપા ! આપણે હવે એકધારું ફરવાનું બંધ રાખીએ તો ? થોડો સમય ફરવું, પછી થોડો સમય આરામ કરવો, એમ ગોઠવવું જોઈએ...' એમ વાતો ચાલતી હતી.
તેટલામાં સ્વામીશ્રી કહે, 'આરામ એટલે શું ? સૂઈ રહેવું એમ ને ?' એમ કહી હસ્યા. પછી કહે, 'એંશી વર્ષ પછી આરામ કરવો છે, હમણાં તો વાત જ નહિ.' આ મર્મવચન ત્યારે કોણ સમજી શકે ? પણ ભવિષ્યમાં સાચું ઠર્યું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-61:
Great amongst all Renunciates
“… Moreover, a renunciant who, despite encountering wealth and women in his travels to other regions, remains unaffected and continues to firmly adhere to all of his niyams, is considered to be great amongst all renunciants.”
[Gadhadã II-61]