પ્રેરણા પરિમલ
શ્રીજીમહારાજ કાર્ય કરે છે...
પ્રેસ્ટનના રતિભાઈ લિંબાચીયા ૨૫-૫-૮૩ના રોજ સ્વામીશ્રીને મળવા ખાસ મુંબઈ આવ્યા. તેઓ અસાધ્ય બીમારીમાંથી આબાદ રીતે બચી ગયા હતા. સ્વામીશ્રીને તેમણે કહ્યું : 'મારું અલ્સર ફાટ્યું ત્યારે એક્સ-રે રૂમમાં આપે દર્શન આપી કહેલું કે સારું થઈ જશે તે આપની દયાથી સારું થયું છે. આપે બહુ દયા કરી.'
ધર્મસુત સ્વામી કહે : 'આપ સૌને સ્વપ્નમાં દર્શન આપો છો ને સૌનાં કાર્ય કરો છો તે ક્યારે કરો છો ?'
સ્વામીશ્રી કહે : 'આપણે ક્યાં કરીએ છીએ ? એ તો શ્રીજીમહારાજ દર્શન આપે. એની ભાવના હોય તે કામ થાય. મહારાજ સૌનાં કાર્ય કરે છે. સંત સાથે હેત હોય એટલે સંતરૂપે દર્શન થાય... ભગતજીની જેમ.'
Vachanamrut Gems
Panchãlã-3:
Uprooting Desires and Developing Love for God
"Realising this, one should uproot the indriyas, the antahkaran and the vishays from the jiva and develop love for God - only that is appropriate. As long as one has not uprooted them, one should extract work from them in the form of the darshan, touch, etc., of God…"
[Panchãlã-3]