પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-4-2017, મસાઈમારા
સાયંસભામાં આજના કિશોર દિનને અનુરૂપ પ્રેમમાં પાગલ બનેલા યુવાનની કેવી દુર્દશા થાય છે તે લાઇવ સંવાદ દ્વારા ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું.
આ પ્રસંગે સ્વામીશ્રીએ પ્રેરક આશિષ અર્પતાં સ્નેહવચનો કહ્યાં :
“આમાં વાત એવી છે કે સત્પુરુષમાં અતિ દૃઢ વિશ્વાસ હોય તો બધું કામ થઈ જાય. બે પૈસાના મિત્રમાં વિશ્વાસ હોય, નચાવે તેમ નાચે, પણ સત્પુરુષમાં વિશ્વાસ નથી. યોગીબાપા, પ્રમુખસ્વામી મહારાજે વાત કરી : ‘વિષય નાશવંત છે.’ એ મનાય તો એનાથી દૂર રહેવાય. ફ્રેન્ડ હજારો છે, સત્પુરુષ એક જ છે. (ખૂબ તાળીઓ પડી.) એક ફ્રેન્ડ છોડે તો બીજી મળે, ત્રીજી મળે... ‘दो दिन की चाँदनी फिर अँधेरी रात।’ લગ્નનાં પાંચ વર્ષ વીતે પછી ડાચાં આમ (મોં મચકોડીને બતાવ્યું) થઈ જાય ! વિશ્વાસ આવે તો બીજું બધું આવી જાય. વૈદ્યમાં, ડૉક્ટરમાં વિશ્વાસ હોય પછી ગોળી કામ કરે. વાળંદમાંય વિશ્વાસ હોય છે ને, કે ગળે અસ્ત્રો ફેરવી નહીં દે ! માથું આપી દે. પણ સત્પુરુષમાં વિશ્વાસ નથી આવતો. આ બ્લાઇન્ડ ફેઇથ (આંધળો વિશ્વાસ) નથી. સત્પુરુષનું કાર્ય જુઓ, જીવન જુઓ. ખરેખર સમાગમ કર્યો હોય તો આ સમજાય અને પછી વિશ્વાસ આવે. સ્વભાવ વગેરે ટળશે, પણ વિશ્વાસ હશે તો કામ થઈ જશે.
ટૂંકમાં સત્પુરુષમાં દૃઢ વિશ્વાસ રાખવાનો ને એ કહે એમ જ કરવાનું. એમને કોઈ સ્વાર્થ નથી. બે લૂગડાં છે, બીજું કાંઈ જોઈતું નથી. બે કોળિયા જમે છે ને 18-18 કલાક કામ કરે છે, એનું કોઈ કારણ નથી. આમનું જીવન જોઈએ તો ખ્યાલ આવે કે તેઓ સેલ્ફલેસ (નિઃસ્વાર્થ) છે. આપણે હેત કરીએ કે નહીં, એમને છે ! સત્પુરુષમાં ચોંટી રહેવું. સારું ઠેકાણું વિશ્વાસનું સત્પુરુષ છે. આપણને જે નિયમ અઘરા લાગે છે, તે તેમને સહેજે પળાય છે. તેમની ભક્તિ જુઓ, સેવા જુઓ. યોગીબાપા વાસણ ઉટકવાની સેવા ખેંચી લેતા. અમે બધા તમારા જેવા જ હતા. પણ યોગીબાપાએ આમ (પરિવર્તનની મુદ્રા કરી) કરી દીધું. વિશ્વાસ આવી ગયો. અને વિશ્વાસ આવે એવું જીવન હતું - વિશ્વાસ કેમ ન આવે ? આના સિવાય ક્યાંય બીજે જોડાણ કરવાની જરૂર નહીં. યોગીબાપા, પ્રમુખસ્વામી મહારાજમાં જોડાઈ ગયા તેને આનંદ આનંદ છે.”
Vachanamrut Gems
Gadhadã II-18:
The Worst Type of Evil Company
"Having thought over it from all aspects, I have come to the conclusion that of all the so-called evil company in the world, the company which is worse than all others is that of those who do not have bhakti towards God, or the faith in their hearts that God loves His devotees, is the master of all, is the uplifter of the wretched, and is also the redeemer of sinners…"
[Gadhadã II-18]