પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૫૫
મોમ્બાસા, તા. ૨૫-૪-૧૯૭૦
અહીંના મુકામ દરમિયાન યોગીજી મહારાજ અવારનવાર યુવકોને સાધુ થવાનો આદેશ આપતા અને બળની વાતો કરતા. કેટલીકવાર મિટિંગમાં પણ યુવકોનાં માબાપને તે માટે તૈયાર રહેવા આજ્ઞા કરતા. વળી, સાધુ થનાર યુવકોને ઊભા કરતા. આજે સભામાં નાનકડો સમીર હોંશથી ઊભો થયો. એને ઊભો થયેલો જોઈ બીજા કેટલાક મોં મચકોડવા લાગ્યા, પણ સ્વામીશ્રી મક્કમ હતા. તે ઘરમાં એકનો એક હોવા છતાં સ્વામીશ્રી કહે :
'એને બનાવવો છે... બધાને બ્રહ્મવિદ્યાની કૉલેજમાં દાખલ કરવા છે. બધાને અક્ષરધામમાં લઈ જવા છે. બધાને સાક્ષાત્કાર કરાવવો છે. કોઈ મૂંઝાશો નહિ... તમને બધાને દુઃખ દેવા નથી લઈ જતા. તમને બધાને સુખ આપવું છે. કૂવામાં નથી નાંખવા, બધાયને ભણાવવા છે. લંડન, અમેરિકા જવાનું હોય તો બધા રાજી થાય છે. તો આ તો અક્ષરધામમાં જવાનું ! કેટલાં... મોટાં ભાગ્ય ?' વગેરે ખૂબ બળના શબ્દો કહ્યા.
સૌને જણાયું કે સ્વામીશ્રીનો આ અંતરનો અભિપ્રાય છે. ુ
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-10:
Perceiving Divinity in Both Human and Divine Actions
"… So whenever God performs divine actions, they appear divine to both a devotee and to one who is not a devotee. However, when God performs human-like actions, a true devotee still perceives divinity in them, but by no means does he perceive flaws in such actions of God. Having such understanding is known as having bhakti towards God…"
[Gadhadã II-10]