પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૫૩
ગોંડલ, તા. ૨૧-૨-'૬૧
વૃદ્ધાવસ્થા અને માંદગી, અશક્તિ, ઉનાળાના દિવસો, તેથી મધુ ભગતે યોગીજી મહારાજને ઝીણાં ગાતરિયાં પહેરવા વિનંતી કરી. ત્યારે સ્વામીશ્રી એકદમ કહે, 'જો અમે ઝીણાં પહેરીએ તો આખો સંપ્રદાય ઝીણાં પહેરવા માંડે.' એટલે મધુ ભગતે કહ્યું, 'અમે નવા સંતો આપનો વાદ નહિ લઈએ.'
ત્યારે સ્વામીશ્રી કહે, 'નવા ન લે પણ જૂના તો લે ને. માટે જાડાં સારાં.' એમ કહી જાડાં જ કપડાં પહેરવાનો આગ્રહ બતાવ્યો. જોકે એમને મન, કોઈ વાદ લે કે ન લે એ વાત ગૌણ હતી, પણ પોતાની જ અભિરુચિ એવી કે મહારાજની આજ્ઞા પ્રમાણે જાડાં જ વસ્ત્રો પહેરવાં. સારા વિષયનો અતિશય અભાવ એમના જીવનમાં પળે પળે જણાતો.
સાંજના સમયે થોડાંક ફળ સુધારીને સ્વામીશ્રીને ધર્યાં. સંતોએ આગ્રહ કર્યો. ત્યારે સ્વામીશ્રી કહે, 'રોગે હાથીને પાડ્યા.'
'એ શું બાપા ?' સંતોએ પૂછ્યું.
સ્વામીશ્રી કહે, 'અમે હરતાફરતા, કથાવાર્તા કરતા, તે હવે બંધ પડી ગયું.'
પછી જમવા માટે અતિશય આગ્રહ કર્યો ત્યારે કહે, 'નખ-જમણા રાજા ! રાજા હોય તે નખ જેટલું જમે.' એમ કહી હસી પડ્યા ને થોડું જમી સૌને રાજી કર્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-13:
God's Wish is our Wish, His Will is our Destiny
“It is that very God who is the sole controller of this body. If He wishes, He may oblige the body with an honourable ride on an elephant; or if He wishes, He may have it thrown in prison; or if He so wishes, He may even place some serious illness in the body. Despite this, one should never pray before God in the following manner: ‘Mahãrãj! Please relieve me of my misery.’ Why? Because we want this body to behave in accordance with the wishes of God; after all, God’s wish is our wish. We do not want our preferences to differ from the preferences of God even in the slightest way. Moreover, since we have offered our body, mind and wealth to God, then now, only the will of God is our prãrabdha; besides that, there is no other prãrabdha for us. Therefore, regardless of whatever pain or pleasure we may encounter by the wish of God, we should not become disturbed in any way; we should be pleased with whatever pleases God.”
[Gadhadã III-13]