પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-12-2010, મુંબઈ
આૅસ્ટ્રેલિયા ખંડ અને એશિયા પેસિફિક વિસ્તારમાં વિચરણ કરી રહેલા જ્ઞાનપુરુષ સ્વામી તથા આદર્શમુનિ સ્વામી આજે આવ્યા હતા. સંસ્થાનાં અંગ્રેજી પ્રકાશનો લઈને તેઓ સ્વામીશ્રીની પ્રસાદીનાં કરવા માટે આવ્યા. સ્વામીશ્રીએ એ પુસ્તકનાં બે-ત્રણ પાનાં બે-ત્રણ વખત ફેરવ્યાં, જેમાં આગળના પાના ઉપર મહારાજ-સ્વામી તથા પાછળના પાના ઉપર સ્વામીશ્રીનો ફોટો અને પરિચય હતો. આ સંદર્ભમાં સ્વામીશ્રી કહે : ‘શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનો ફોટો આવવો જોઈએ ને !’ આટલું કહીને જાતે જ દેખાડવા લાગ્યા : ‘અક્ષરપુરુષોત્તમ મહારાજની બાજુમાં અથવા પાછળ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ છાપવા જોઈએ, હવે આ બધું નીકળી ગયું. પરદેશના છોકરાઓને શું ખબર પડે કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ કોણ થઈ ગયા ?’
સ્વામીશ્રીએ ઘણી વખત આ ટકોર કરેલી છે.
વળી, વાત નીકળતાં રૂડા સ્વામી કહે : ‘મેં તો મોટામાં મોટી સંપત્તિની ખાણ શોધી રાખી છેે, આપ.’
સ્વામીશ્રી તરત જ હસતાં હસતાં કહે : ‘આપણે તો ભઈ ! લૂખાસૂખા છીએ.’
આદર્શમુનિ સ્વામી કહે : ‘લક્ષ્મી તો સંતની દાસી કહી છે ને !’
સ્વામીશ્રી કહે : ‘એ તો મહિમાની વાત છે. આપણે તો કથાવાર્તા, ભજન કરીને સત્સંગ, નિષ્ઠા, હરિભક્તોમાં દૃઢ થાય અને એનાથી સેવા થાય એ કરવાનું છે.’
જ્ઞાનેશ્વર સ્વામી કહે : ‘આપ દૃષ્ટિ કરો.’
સ્વામીશ્રી કહે : ‘મહેનત કરે તો દૃષ્ટિ થાય.’
Vachanamrut Gems
Gadhadã I-30:
Power of Satsang
"… Therefore, if someone sincerely practises satsang and reflects upon and tries to imbibe the discourses relating to God, then his vile thoughts are eradicated. In this manner, the influence of satsang is extremely powerful. In fact, no other spiritual endeavour can compare with satsang. Why? Because thoughts which cannot be eradicated by any other spiritual endeavour can be removed by engaging in satsang. Therefore, one who wishes to rid the mind of base thoughts related to rajogun should sincerely practise satsang by thought, word and deed. As a result, those thoughts will be eradicated due to the power of satsang."
[Gadhadã I-30]