પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૫૨
ગોંડલ, તા. ૯-૨-'૬૧
યોગીજી મહારાજની તબિયત જરા સારી નહોતી. અશક્તિ વધારે હતી. તેથી સવારે ૫-૪૫ વાગે ઊઠ્યા હતા, પણ અશક્તિ હતી તેથી પથારીમાં બેઠાં બેઠાં જ આપમેળે સૂઈ ગયા. લગભગ ૭-૩૦ વાગે સફાળા જાગ્રત થયા. મોડું ઘણું થયું હતું તેથી સેવકોને ઠપકો આપ્યો કે 'અમને ઉઠાડી દેવા. અહીં મોડા સુધી સૂઈ ન રહેવું, પણ દેરીનો લાભ લેવો. અમારાથી નથી લેવાતો તો જીવમાં બળે છે.' એમ કહી સ્નાનાદિક માટે પધાર્યા.
દાતણ કરતાં કરતાં હસતા જાય ને કહે, 'મોટા સ્વામીને બધી ઇન્દ્રિય સુખદાયી અને આપણે બધી દુઃખદાયી. આપણે ઝાડા, પેશાબ, શરદી, ઉધરસનું દુઃખ. ડૉક્ટર બોલવાની ના પાડે.' એમ કહી હસી પડ્યા. પછી બોલ્યા, 'ભગવાન ભજી લેવા. બધાં ગાતર ઢીલાં થયાં, પણ અસવાર કાંઈ ઢીલા થયા છે ?' પછી પરવારી, દર્શન કરી, આરામમાં પધાર્યા.
બપોરે ચાર વાગે ઊઠ્યા ત્યારે કહે, 'ઠાકોરજી જાગ્યા તોયે નગારું કેમ કોઈ વગાડતું નથી. નગારું વગાડવું.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-10:
My Principle
“From the Vedas, the Purãns, the Itihãs and the Smrutis, I have formed the principle that jiva, mãyã, ishwar, Brahma and Parabrahma are all eternal. Consider it as follows: Mãyã represents the soil; the jivas represent the seeds in the soil; and ishwar, the rain. By the will of God, an ishwar – in the form of Purush – unites with mãyã. Subsequently, just as the seeds in the soil sprout by the association of rainwater, similarly, the jivas, which are eternal, arise from within mãyã; but new jivas are not created. Therefore, just as ishwar is eternal, mãyã is also eternal. The jivas residing in mãyã are also eternal, and they are not components of God; they are always jivas."
[Gadhadã III-10]