પ્રેરણા પરિમલ
સાધુને રાજ્ય શાનાં ?
લંડનમાં એક રાત્રિ ભ્રમણ બાદ સ્વામીશ્રીએ એક યુવક નયનેશને પૂછ્યું : 'કેમ છે ?'
નયનેશ કહે : 'આપના રાજ્યમાં સારું છે.'
સ્વામીશ્રી કહે : 'આપણે વળી રાજ્ય ક્યાંથી ? સાધુને વળી રાજ્ય શાનાં ? રાજ્ય તો શ્રીજીમહારાજનું કહેવાય. શ્રીજીમહારાજ અનંત બ્રહ્માંડોના રાજા છે. એમના રાજ્યમાં આપણે બધા મજા કરીએ છીએ. આ લોકના રાજ્યના કાયદા પ્રમાણે રહીએ તો વધારે સુખ આવે. તેમ શ્રીજીમહારાજના કાયદામાં, નિયમોમાં રહેવું તો સુખિયા થવાશે.'
Vachanamrut Gems
Loyã-17:
What Causes One to Spite a Sadhu and Even God
"… On the other hand, one who believes one's self to be the body and does not have an intense aversion for the panchvishays would spite a sãdhu if he were to denounce the vishays, even though the sãdhu may be senior. Such a person would ultimately spite God as well…"
[Loyã-17]