પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-12-2010, મુંબઈ
પ્રાતઃપૂજા પછી ભોજન દરમ્યાન અગવડ-સગવડોની વાતો થતી હતી. સ્વામીશ્રીની કૃપાથી સંતોને અત્યારે કેવી સગવડ છે, એ વાતો પણ નીકળી. યજ્ઞેશ્વર સ્વામી આજે મુંબઈ આવ્યા હતા, તેઓને લેવા માટે મંદિરેથી ગાડી ન આવતાં ટેક્સીમાં આવવાનું થયું હતું.
એ સંદર્ભમાં સ્વામીશ્રી હળવા મૂડમાં તેઓને કહે : ‘તમને ખોટું નહોતું લાગ્યું ને ?’
આદર્શજીવન સ્વામી કહે : ‘આપ એવી રીતે વર્તી ગયા છો કે કોઈ પણ પ્રસંગમાં કોઈને ખોટું લાગવાનો પ્રશ્ન જ નથી. આપે પણ આવી જ રીતે ગાડાંમાં અને ચાલતાં મુસાફરી કરેલી છે.’
સ્વામીશ્રી કહે : ‘આપણે તો ક્યાં, આપણા કરતાં આપણા ગુરુઓએ કેવાં દુઃખો સહન કર્યાં છે ? આપણે તો થોડું અગવડ-સગવડ પડે, પણ એમણે તો અગવડોમાં જ કામ કર્યું છે.’
જ્ઞાનવત્સલ સ્વામી કહે : ‘એ વખતના જમાનામાં એમને તો વ્યવસ્થા હતી જ નહીં અને આપને તો વ્યવસ્થા હતી છતાં આપે અગવડો વેઠી સહન કર્યું છે.’
આદર્શજીવન સ્વામી કહે : ‘એ વખતે તો વિચરણ પણ મર્યાદિત હતું, પરંતુ આપે અગવડો વેઠીને આખી દુનિયામાં વિચરણ કર્યું છે.’
સ્વામીશ્રી કહે : ‘શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ પણ આખી દુનિયામાં ફર્યા છે, માથે પોટલાં મૂકીને ફર્યા છે.’
આદર્શજીવન સ્વામી કહે : ‘કોઈને ખાવામાં પ્રશ્ન થાય તોય આપના જીવનમાંથી સમાધાન મળી રહે, વાહનમાં પણ અગવડ-સગવડોમાં પ્રશ્ન ન રહે. કોઈ પણ પ્રસંગમાં ધોખો લાગવાનું રહે જ નહીં. બધા જ પ્રશ્નોનું સમાધાન આપના જીવનમાંથી જ મળી જાય છે.’
સ્વામીશ્રીએ જાણે એ કશી જ વાત સાંભળી ન હોય તેમ પોતાના ગુરુવર્યોના ગુણગાનમાં જ રત રહ્યા.
અંતે તેઓ કહે : ‘શીખવાનું એ જ છે. મોટાપુરુષ કરી ગયા તો એ પ્રમાણે આપણે વર્તવાનું. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના વખતમાં મુશ્કેલીઓ કેટલી બધી હતી ? ગાડામાં ફરવાનું, ચાલતાં જવાનું અને ત્યાં જઈને રસોઈ પણ જાતે જ કરવાની, અને હરિભક્તોની રસોઈ પણ સાથે કરવાની જ હોય, છતાં એમણે સૌને રાજી કર્યા છે, એમ આપણે પણ વર્તવાનું.’
Vachanamrut Gems
Gadhadã I-29:
Intensification of Bhakti
Thereupon Gopãlãnand Swãmi asked, "How can the force of bhakti coupled with dharma, gnãn and vairãgya be intensified? Shriji Mahãrãj replied, "There are four means to accomplish this: One is a pure place, the second is an auspicious time, the third is pious actions, and the fourth is the company of a holy person. Of these, the influence of actions is slight, whereas the influences of place, time and company are more powerful… Therefore, one should stay where there is a pure place and should abandon - by whatever means necessary - a place where the time has become unfavourable. One should keep the company of devotees of God as well as the company of the Sant who is a knower of Brahma and who observes the five religious vows. As a result, a devotee\\'s bhakti for God gains tremendous vigour. This is the answer to your question."
[Gadhadã I-29]