પ્રેરણા પરિમલ
ધન્યો ગૃહસ્થાશ્રમ
(લેસ્ટર : તા. ૨૩-૬-૨૦૦૦)
એક સમૃદ્ધ પરિવારના નવયુવાન સ્વામીશ્રીને રોલ્સરોય્સ કાર દ્વારા સભામાંથી ઉતારે લઈ જઈ રહ્યા હતા. કાર ચલાવતાં તેમણે બાજુમાં જ બિરાજેલા સ્વામીશ્રીને કહ્યું : 'આજે મારાં લગ્નની દસમી વર્ષગાંઠ છે.' એમ કહી તેઓએ ગાડી ચલાવતાં ચલાવતાં પગે લાગવા માટે સ્વામીશ્રીના ઘૂંટણ પર પોતાનો હાથ મૂક્યો. સ્વામીશ્રી તે જ હાથ પર પોતાનો હાથ મૂકી મિત્રતાના ભાવથી હિતવચનો ઉચ્ચારવા લાગ્યા : 'જીવનમાં ગમે તે થાય પણ પાર પાડવું. વિઘ્ન તો જીવનમાં આવે પણ ભગવાનનો આધાર રાખીને અડગ રહેવું. ભગવાનનો આશરો રાખીને ધૂન-ભજન કરીએ તો સારધાર પાર ઊતરી જઈએ. છતાંય તે કસોટી કરે. આપણી નિષ્ઠા બરાબર છે કે નહીં તે જુએ. પણ તેમાં પણ આપણે 'ભગવાન કરે છે તે બરાબર છે' એમ સમજીને પ્રાર્થના કર્યા કરીએ તો વાંધો ન આવે. ગમે તેવો બુદ્ધિશાળી ને ડાહ્યો હોય તો પણ એના જીવનમાં પ્રોબ્લેમ તો આવવાના. આપણે ભજન કરીએ તો પણ પ્રોબ્લેમ આવવાના, પણ દુનિયાના જીવને પ્રશ્નોમાં આપઘાતના વિચાર આવે પરંતુ જેને ભગવાનનો આશરો છે, તેને કાંઈ વાંધો ન આવે. જે થયું તે ભગવાનની મરજી - એમ સમજીને સ્થિરતા રાખે. વ્યવહારમાં પણ લોકો ગમે તેમ બોલે પણ સાંભળી લેવાનું. થોડા દા'ડા સહન કરવું પડે પણ તેને લઈને આપઘાતના વિચાર કરે, ભગવાને આવું કેમ કર્યું - તેમ થઈ જાય. પણ ભગવાન કરે છે તે સારા માટે જ કરે છે તેમ સમજવું. બહુ મોટાં સાહસ પણ ન કરવાં. જગતની મોટાઈની ઇચ્છા ન રાખવી. હું સૌથી પૈસાદાર થઈ જાઉં, મને સત્તા મળી જાય - એવા વિચારો કરી ઇચ્છાઓ ન વધારવી. તેમાં સમય ન બગાડવો. સમાજમાં રહીએ છીએ તો સમૂહની રીત રાખવી પણ ખૂંપી ન જવું. ધંધો બરોબર સાચવવો પણ સત્સંગેય સાચવવો. સગાં-વહાલામાં લગ્ન પ્રસંગે જવું પડે પણ પાર્ટી-બાર્ટીની વાત ન કરવી. સમય મળે ત્યારે સત્સંગનું વાંચવું, માળા કરવી...' સ્વામીશ્રીના મુખેથી અનાયાસ વહી આવેલી આ સ્નેહસરવાણીમાં સપ્તપદીના સખ્યને નિર્વિઘ્ન રાખવાનું અમૂલ્ય માર્ગદર્શન પ્રત્યેક ગૃહસ્થાશ્રમીને મળી રહે તેમ છે.
Vachanamrut Gems
Gadhadã II-60:
Standing in the Defence of a Harassed Devotee
“The scriptures state that if a devotee of God is being killed or harassed by someone, then he who stands in defence of that devotee of God – and in doing so dies or becomes wounded himself – is totally freed from the five grave sins…”
[Gadhadã II-60]