પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૫૧
ગોંડલ, તા. ૨૭-૨-'૬૧
મૂળ કંડારીના પણ અભ્યાસાર્થે જર્મની ગયેલા. ડૉ. વિઠ્ઠલભાઈએ યોગીજી મહારાજ માટે એક સુંદર ઍર-કુશનવાળી આરામખુરશી જર્મનીથી મોકલી હતી. લગભગ રોજ સવારે સભામંડપમાં, પોતાના ઓરડાની સામે તડકામાં સ્વામીશ્રી તેના ઉપર બિરાજતા, ટપાલ વાંચતા, સહી કરતા, કથા કરાવતા અને દર્શનનું અલૌકિક સુખ આપતા.
ત્યારે કથા પ્રસંગમાં 'સ્વામીની વાતું'માં વાત આવી કે 'આથી કરોડ ગણો સત્સંગ થશે... વ્યવહાર પ્રધાન થઈ જશે...'
ત્યારે સ્વામીશ્રીએ સૌને પૂછ્યું, 'વ્યવહાર પ્રધાન શું ?'
પછી પોતે જ ઉત્તર આપતાં કહ્યું, 'સાંજના ૬ વાગે કથાનો ટાઇમ હોય ત્યારે વ્યવહારનું કામ આવી પડે તો જો કથા મૂકીને વ્યવહાર કરે તો વ્યવહાર પ્રધાન. પણ કથાનો સમય સાચવે તો તે વ્યવહાર પ્રધાન ન ગણાય. મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી કારખાનાનું કામ કરાવતા તે સાથે પુરાણી બેસાડતા અને અખંડ કથા કરાવતા.'
કથા-પ્રસંગમાં આવા સૂક્ષ્મ અર્થો ઘણા સમજવાના મળતા. એટલે સ્વામીશ્રી ઘણીવાર કહેતા કે 'મોટા પુરુષનો નિરંતર જોગ રાખવો. કયા સમયે કઈ વાત થઈ જાય ને આપણને ખપ લગી જાય.'
સાંજે પણ કથા-પ્રસંગમાં સૌને આનંદ કરાવતા કહે કે 'જ્યારે બેસીએ એટલે રોગ જાય અને સૂઈએ ત્યારે માંદા.' (આ સમયે સ્વામીશ્રીની તબિયત સારી નહોતી.)
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-44:
A Demonic Person
“On the other hand, a person who is demonic never perceives even a single flaw within himself; instead, he perceives only flaws in other devotees…”
[Gadhadã II-44]