પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-12-2010, મુંબઈ
રાત્રે સ્વામીશ્રીએ ઠાકોરજી જમાડ્યા. ભોજન પછી સેવક સંતે કિશોરભાઈ ભૂપતાણીએ લખેલો પત્ર વાંચ્યો. તેઓએ લખ્યું હતું : ‘ગીતામાં માગશર મહિનાને પ્રભુની વિભૂતિ કહી છે અને ૠષિસંહિતા અનુસાર માગશર મહિનો એ દેવતાઓનો પ્રાતઃકાળ છે. ભગવાને અર્જુનને માગશર મહિનામાં ગીતા સંભળાવી, તેથી આ માસ ‘ધનંજય માસ’ તરીકે પણ ઓળખાય છે. ભારદ્વાજ-સંહિતામાં બ્રહ્મહંસ સંવાદમાં જણાવ્યા પ્રમાણે બ્રહ્મભોજનનું સવિશેષ મહત્ત્વ છે. માગશર માસમાં આવતી નોમ વૈષ્ણવ સંપ્રદાયમાં ‘જલેબી નોમ’ તરીકે ઓળખાય છે. ઠાકોરજી આ દિવસે જલેબી જમે છે, તો આપને નમ્ર વિનંતી છે કે નોમના દિને આપ અને સર્વ સાધુ જલેબી જમે અને તેની રસોઈની અમારી સેવા સ્વીકાર કરો અને આ બ્રહ્મભોજનનું પુણ્ય આપનાં ચરણોમાં અર્પીએ છીએ, જેથી આપનું સ્વાસ્થ્ય સદાય ગુલાબી રહે.’
સ્વામીશ્રીને આ વિનંતી કરતો પત્ર આવતીકાલના સંતોના ઉપવાસના સંદર્ભમાં લખવામાં આવ્યો હતો. સ્વામીશ્રીએ વિનંતી સ્વીકારી અને તેઓને ફોન જોડાવીને રાજીપાના આશીર્વાદ આપ્યા.
સેવક સંતે સાહજિક રીતે કહ્યું કે ‘બાપાને વાત કરી છે કે સંતો જમે.’
સ્વામીશ્રીએ તરત જ સુધારતાં કહ્યું : ‘ઠાકોરજી જમે એમ કહેવું, સંતો નહીં, ઠાકોરજી જમે છે.’
સ્વામીશ્રી પળેપળ ઠાકોરજીમય છે.
ડૉક્ટર એ. બી. મહેતાનો પણ ફોન હતો. જન્મ-દિનની શુભેચ્છા પાઠવ્યા પછી તેઓ કહે : ‘આપના સો વર્ષ થાય ને શતાબ્દી ઊજવાય એવી મારી શુભેચ્છા છે.’
સ્વામીશ્રી કહે : ‘સારું. ભગવાન તમારો સંકલ્પ પૂરો કરશે.’
Vachanamrut Gems
Gadhadã I-27:
Key to Progress in Satsang
"Conversely, when a person is likely to progress in Satsang, pure desires steadily flourish within him. Day by day, he sees only virtues in all of the satsangis. He views all devotees as superior to himself and considers himself to be insignificant. Moreover, he experiences the bliss of Satsang in his heart 24 hours a day. Such characteristics indicate that pure desires have flourished. In fact, the more such a person practises satsang, the more he benefits; and eventually, he attains profound greatness."
[Gadhadã I-28]