પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્ટાર ન્યૂઝના ગુજરાતના વડા બ્રિજેશકુમારસિંહ દર્શને આવ્યા. તેઓને સ્વામીશ્રી પ્રત્યે ખૂબ આદર છે. વૉટર શૉનું પ્રસારણ પણ તેઓએ 72 દેશોમાં કર્યું હતું. તેઓ સ્વામીશ્રીને કહે : ‘આપને કોઈ ચિંતા છે ?’
સ્વામીશ્રી કહે : ‘ભગવાન ભજીએ છીએ અને ભજાવીએ છીએ, અને એમ માનીએ છીએ કે જે કાંઈ કરશે એ ભગવાન જ કરશે. ભગવાન બધું કર્યા કરશે. ભગવાન મળ્યા છે એટલે કોઈ ચિંતા નથી.’
તેઓએ પ્રશ્ન કર્યો : ‘હજી કંઈ કરવાનું બાકી છે ?’
સ્વામીશ્રી કહે : ‘ભગવાન અને સંત મળ્યા, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ જેવા સમર્થ ગુરુ મળ્યા, એમની નિષ્ઠા છે, એટલે કરવાનું કાંઈ બાકી છે જ નહીં.’
વિવેકજીવન સ્વામી કહે : ‘એ આપને એટલા માટે પૂછે છે કે તેઓને ટેન્શન બહુ રહે છે.’
સ્વામીશ્રી કહે : ‘અહીં આવ્યા છે એટલે ટેન્શન દૂર થશે અને ભગવાન બધા સંકલ્પ પૂરા કરશે.’
Vachanamrut Gems
Gadhadã II-48:
If One is Unable to Contemplate upon God
“If, however, one is unable to contemplate upon God’s form, one should remain in the company of such a sãdhu who possesses dharma, gnãn, vairãgya and bhakti…”
[Gadhadã II-48]