પ્રેરણા પરિમલ
અનોખી ખાતવિધિ
એટલાન્ટામાં સાંજે ૬ વાગે યોજાયેલી જાહેરસભામાં જવા માટે સ્વામીશ્રી ઉતાવળમાં હતા. એવામાં એક ભાવિક લીંબડીના ઇન્દ્રજીતિસહ મળવા આવ્યા. તેઓ ૧૫ વર્ષથી અહીં રહે છે. તેઓ એક મોટેલ બાંધવાના હતા. તેના ભૂમિપૂજન માટે કપડામાં માટી બાંધીને લાવ્યા હતા. તેમની ઇચ્છા હતી કે આ માટી પર સ્વામીશ્રી ચરણ મૂકે એટલે ભૂમિ પ્રસાદીની થઈ જાય.
તેઓ કપડું પહોળું કરીને માટી પાથરી રાહ જોતાં બેઠા. સ્વામીશ્રીને પગલાં કરવા વિનંતી કરી, તરત સ્વામીશ્રીએ સમયસૂચકતા વાપરી. એ માટી પર બ્રહ્મતીર્થ સ્વામીને ઠાકોરજી પધરાવવા કહ્યું ને પોતે કોઈનો ટેકો લીધા વગર ઝડપથી નીચે બેસી ગયા. હરિકૃષ્ણ મહારાજના વાઘા ઉતરાવ્યા. ને હાથમાં એ મૂર્તિ લઈ માટી પર ચલાવ્યા ! ચરણમાં ધૂળનો સ્પર્શ કરાવ્યો ને ઘડીવાર તેના પર વિરાજિત કર્યા. પુષ્પની પાંદડી મૂકી પ્રાર્થના કરી, દરબારને કાર્ય ફતેહ થાય તે માટે આશીર્વાદ આપ્યા.
આ બધું એટલું ત્વરિતપણે થયું કે એ ભાઈ તો આનંદમાં ગરકાવ થઈ ગયા હતા.
સ્વામીશ્રી ઉતાવળમાં પણ સેવકધર્મ ચૂક્યા નહિ. સતત પરાભક્તિમાં લીન સ્વામીશ્રીને ઠાકોરજીનું કેટલું અનુસંધાન છે તે આવા પ્રસંગે જણાઈ આવે છે. નહિતર એમ થાય કે ખાતવિધિની જગ્યા પર ન જઈ શકાય તે સ્વાભાવિક છે. અહીં પગલાં પાડી દેવામાં શું અનુચિત થઈ જવાનું ! પણ ઇષ્ટદેવનો યથાર્થ મહિમા જેમના રુંવે રુંવે ચડી ગયો હોય તેમણે પોતાનું અસ્તિત્વ જ ઠાકોરજીમાં ઓગાળી દીધું હોય છે. (તા. ૯-૭-૮૮)
Vachanamrut Gems
Loyã-11:
Which Forms of God Should be Meditated Upon?
"Moreover, one should only meditate on the form of God that one has attained, not on the forms of the previous avatãrs…"
[Loyã-11]