પ્રેરણા પરિમલ
માવજત
(પ્રેસ્ટન : તા. ૨૨-૬-૨૦૦૦)
આજે વિદાયનો દિવસ હતો. સવારે અલ્પાહાર બાદ સ્વામીશ્રી ઓશિકા પર કોણી ટેકવી, હથેળીના ટેકે મુખારવિંદ રાખી બેઠા હતા. ત્યાં જ એક હરિભક્ત કહે : 'બાપા ! અહીં રહી જાઓ ને !'
સ્વામીશ્રી હળવો લહેકો કરતાં કહે : 'એ...મ ! સારું ત્યારે.'
હરિભક્ત કહે : 'જો બાપા, તમે અહીં રહો તો હું નોકરી છોડી દઉં ને સત્સંગ કરું.'
સ્વામીશ્રી આ સાંભળી કહે : 'પછી મારે ચિંતા કરવી પડે. માળા ફેરવવાને બદલે અમારે વ્યવહાર કરવાનો થાય. માટે કામ ને ભજન બેય કરવું. નોકરી કે જે હોય તે વ્યવસ્થિત કરવું ને નવરા થઈએ એટલે ભજન, ભક્તિ, કથાવાર્તા કરવા મંડી પડવું. પણ નવરા ન બેસી રહેવું. જોઈએ તેટલું કમાઈ લેવું પણ લાંબી ફાળ ન ભરવી. જરૂર કરતાં વધુ કરવામાં સમય જાય ને ભગવાન ભજવાના રહી જાય.'
વ્યવહાર અને સત્સંગ - બંનેની માવજત કરતું માર્ગદર્શન ગમ્મતની વાતોમાં પણ સ્વામીશ્રી આપી દે છે !
Vachanamrut Gems
Gadhadã II-56:
Whose Foundation is Weak?
“If a person does have as much love for other objects as he does for God, then his foundation is indeed very weak…”
[Gadhadã II-56]