પ્રેરણા પરિમલ
માફ કરજો મહારાજ !
૧૯૮૦માં શરૂ શરૂનું અમેરિકાનું વિચરણ મોટર રસ્તે થતું. સત્સંગ મંડળે કેરેવાન ખરીદ કરી લીધેલું. તેમાં સૂવા-બેસવાની સુવિધા હોય એટલે ખૂબ લાંબી યાત્રામાં પણ સાનુકૂળ રહે.
૧૯૮૦માં બીજી સપ્ટેમ્બરે સ્વામીશ્રી મોતિયાની તપાસ કરાવી બોસ્ટનથી ન્યૂયોર્ક જઈ રહ્યા હતા. રાતની મુસાફરી હતી. કેરેવાન સડસડાટ જઈ રહ્યું હતું. સ્વામીશ્રી અને સંતો આરામ કરી રહ્યા હતા. જન્માષ્ટમીનો નિર્જળા ઉપવાસ હતો. શાંતિ હતી. ઉપરની બર્થ પર ઠાકોરજીને પોઢાડ્યા હતા. ઠાકોરજીની પેટી સરકતી સરકતી સીટની ધાર પર ક્યારે આવી ને નીચે પડી ગઈ તેનો ખ્યાલ ન રહ્યો. અવાજ થતાં સ્વામીશ્રી સફાળા બેઠા થઈ ગયા. નક્કી ઠાકોરજી પડ્યા !
તરત ગાડી એક બાજુ લેવડાવી. સંતો પણ જાગી ગયા. સેવક સંતે માવજતપૂર્વક પેટી લઈને જોયું અંદર ઠાકોરજી પડખાભેર થઈ ગયા હતા.
સ્વામીશ્રી પેટી નીચે પડી ત્યારથી ગમગીન થઈ ગયા હતા. ગળગળા થઈ પ્રાર્થના કરવા લાગ્યા. આંખો ભીની થઈ ગઈ. વારંવાર દંડવત્ કરવા લાગ્યા. કેરેવાનમાં જ ૨૫ દંડવત્ કરી નાખ્યા. પ્રાર્થના કરતા જાય - 'માફ કરજો મહારાજ ! અપરાધ થઈ ગયો, ક્ષમા કરજો.' હજુ મન માન્યું ન હતું. ઠાકોરજીને રીઝવવા પ્રેમથી થાળ ધર્યો. તે પછી આખે રસ્તે સૂનમૂન બેસીને ઠાકોરજી સમક્ષ સ્વામીશ્રીએ સતત માળા જ ફેરવી.
આ દૃશ્ય નજરે જોનાર આત્મસ્વરૂપ સ્વામી નોંધે છે કે ઠાકોરજી પડ્યા ત્યારે સ્વામીશ્રી જાણે પોતાને વાગ્યું હોય એનાથીય વધુ વ્યથિત થઈ ગયા હતા. ઠાકોરજીની શુશ્રૂષામાં ઓતપ્રોત થઈ ગયા હતા ! રીઝવી રહ્યા હતા. મનાવી રહ્યા હતા. મોટી કસૂરની માફી માગતાં કાકલૂદી કરી રહ્યા હતા !
'શામળિયો સનેહી મુને પ્રાણથી પ્યારો -' આપણે ફક્ત ગાઈએ છીએ, સ્વામીશ્રીને એની સાક્ષાત્ અનુભૂતિ છે.
Vachanamrut Gems
Loyã-16:
Eradicating Egotism
Thereupon, Muktãnand Swãmi asked, "Mahãrãj, how can egotism be eradicated?"
Shriji Mahãrãj explained, "He who thoroughly realises the greatness of God cannot be egotistical…"
[Loyã-16]