પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-4-2010, અમદાવાદ
ઠાકોરજીનાં દર્શન કરીને સ્વામીશ્રી લિફ્ટ દ્વારા નીચે પધારી રહ્યા હતા. સામે લીંબડા આગળ પ્રજ્ઞાચક્ષુ પ્રિયકાંતભાઈ ઊભા હતા. વરસોથી તેઓ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં ફરી ફરીને અગરબત્તી વેચવાનો ધંધો કરે છે અને સ્વામીશ્રી પધાર્યા હોય ત્યારે અચૂક દર્શને આવી જાય છે.
સ્વામીશ્રીની દૃષ્ટિ તેઓ ઉપર પડી. સાવ સામાન્ય અને ગરીબ આ મુમુક્ષુને જોતાં જ સ્વામીશ્રીએ સામેથી જ હાથ ઊંચો કર્યો. પેલા ભાઈ પ્રજ્ઞાચક્ષુ છે - એમ જાણતા હોવા છતાં સ્વામીશ્રીએ તેઓની નોંધ લીધી અને સંતોને આજ્ઞા કરી કે ‘એને દર્શન માટે ઉપર ઉતારામાં લઈ આવજો.’
Vachanamrut Gems
Gadhadã III-36:
Impossible to see the Atma without Upasana
“I believe that it is impossible to see the atma and Brahma without the upasana and meditation of God's form. Only through upasana can the atma and Brahma be seen; without it, they cannot be seen. In fact, wishing to see the atma and Brahma without upasana is like attempting to lick the sky with one's tongue; even if one tries for a hundred years, one will never be able to taste it as sour or salty.”
[Gadhadã III-36]