પ્રેરણા પરિમલ
સુખનો રાજમાર્ગ
(લેસ્ટર, તા. ૨૩-૬-૨૦૦૦)
આજે પ્રજાપતિ સમાજની વાડીમાં હરિકૃષ્ણ મહારાજની સુવર્ણતુલા લેસ્ટર સત્સંગમંડળે રાખી હતી. સ્વામીશ્રી ૧૦ વાગે વાડીમાં જવા નીકળ્યા. રસ્તામાં ભારતમાં વરસાદની ખેંચ છે તે સંબંધી વાતો નીકળી.
હરીશભાઈ પટેલ (કોલોરોમા કંપનીવાળા) ગાડી ચલાવી રહ્યા હતા. તેણે કહ્યું : 'ઇંગ્લેન્ડમાં બધું જ છે પણ તડકો નથી.'
સ્વામીશ્રી પત્રવાંચન કરી રહ્યા હતા. તેઓ આ વાત સાંભળી હસી પડ્યા ને કહે : 'દુનિયામાં કોઈને સર્વ પ્રકારે સુખ હોય એવું તો છે જ નહીં. કોઈને દીકરો નથી એનું દુઃખ, કોઈને હોય તો પરણાવવાનું દુઃખ. 'રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા.' પછી પોતાનું ગાતરિયું ઊંચુ કરી કહે, 'બિના વિવેક ભેખ સબ દુખિયા.' યોગીજી મહારાજ જૈસે સંત સુખી હૈં, બાકી સબ દુઃખી હૈં.'
તેઓ કહે : '...પણ એવા સંત બધા તો ન બની શકે ને ?'
સ્વામીશ્રીએ કહ્યું : 'પણ એવા સંતને પકડી રાખીએ તો આપણે પણ સુખી થઈએ. બાકી જ્યાં સુધી અપેક્ષાઓ હશે, ત્યાં સુધી દુઃખ રહેશે જ.'
ઇંગ્લેન્ડના રાજમાર્ગ પર જતાં જતાં સ્વામીશ્રીએ સુખનો રાજમાર્ગ ચીંધી દીધો.
Vachanamrut Gems
Vartãl-20:
Spiritual Understanding - The Criteria of Greatness
“… So, being a renunciant or a householder is of no significance; rather, he whose understanding is greater should be known as being a greater devotee than the rest.”
[Vartãl-20]