પ્રેરણા પરિમલ
કંટાળો શાનો ?
જેતપુરમાં બપોરે ૧-૪૫ વાગ્યે સૌને મુલાકાત આપી સ્વામીશ્રી ઊભા થયા ત્યારે સુરેશભાઈ કહે, 'રોજ રોજ આવું ને આવું ચાલ્યા કરે, તો કંટાળો નથી આવતો ?'
'જ્યાં જઈએ ત્યાં આ તો છે જ ! તો બીજું કરવું શું ?' એમ કહેતાં સ્વામીશ્રી બોલ્યા, 'ભગવાન ભજવા હોય એને કંટાળો શાનો ? ભક્તિ, ભજન, કથાવાર્તા, સેવા, કોઈને મળવું, વાત કરવી એમાં કંટાળો રખાય નહિ. જગતનાં કામમાં કંટાળવું. બાકી ભગવાન ભજવામાં કંઈ કઠણ પડતું હશે ?'
સ્વામીશ્રીએ ભગવાન સંબંધી ક્રિયાની મહત્તા યુવકોને સમજાવી. ૩૬૫ દિવસ ને ૨૪ કલાક ભગવાન સંબંધી પ્રવૃત્તિ તો આવા ગુણાતીત સંતની જ મોનોપોલી છે. જે ભગવાનના સુખે સુખિયા હોય તે જ આ જીરવી શકે, સંભાળી શકે.
Vachanamrut Gems
Gadhadã II-4:
As Long as One is Attracted to Vishays
"However, as long as a devotee is attracted to vishays, he has not realised God's transcendental greatness at all…"
[Gadhadã II-4]