પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-4-2010, ગાંધીનગર
રાજકોટથી હિતેન્દ્રસિંહ જાડેજાનો પત્ર આવ્યો હતો, એ સંદર્ભમાં સ્વામીશ્રીએ તેઓને ફોન જોડાવ્યો. વ્યાવહારિક માર્ગદર્શન આપ્યા પછી સ્વામીશ્રી કહે : ‘શંભુસિંહ ક્યાં છે ?’
‘આપ અમદાવાદ આવશો ત્યારે આવશે.’
સ્વામીશ્રી કહે : ‘અમે ચાર-પાંચ દિવસ અહીં છીએ, પછી અમદાવાદ જઈશું. અનુકૂળ હોય તો અહીં આવી જાય. એમને અહીં વૉટર શૉ જોવાનો છે ને ? સાથે તમે પણ આવશો ને ?’
હિતેન્દ્રસિંહ કહે : ‘હું તો ઉદ્દઘાટન વખતે હતો, પણ બાપુજી આવશે.’
આ જ રીતે સ્વામીશ્રીએ નિર્મળસિંહ રાણાને પણ ફોન જોડાવ્યો અને કહ્યું : ‘વૉટર શૉ થયો છે, પણ તમે આવી શક્યા ન હતા, એટલે તમે આવો ત્યારે તમને આ શૉ બતાવી દઈશું.’
ગોંડળમાં યોગીજી મહારાજ સાથે વરસો સુધી સેવા કરનાર અ.નિ. દાજીબાપુના પરિવાર સાથે સ્વામીશ્રીને સ્નેહનો નાતો છે. એટલે એમને આ સ્નેહ-વર્ષાનો સહજ લાભ મળી જાય છે.
Vachanamrut Gems
Vartãl-14:
One who Maligns the Satpurush
“…So, one who maligns the Satpurush is a worse sinner than one who has committed the five grave sins…”
[Vartãl-14]