પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૩૨
કિસુમુ, તા. ૨૧-૨-૧૯૭૦
આગલે દિવસે કિસુમુ પધાર્યા. અહીં મગનભાઈના બંગલામાં ઉતારો હતો. બપોરે ચાર વાગે આરામ પછી યોગીજી મહારાજ બંગલાની આગલના ભાગમાં બગીચામાં ફર્યા. પછી પાછળના ભાગમાં પણ આંબા વગેરે વૃક્ષો હતાં ત્યાં જવાની ઇચ્છા કરી. વચ્ચે દરવાજો બંધ હતો. ચાવી ગોતતાં સમય થયો, પણ સ્વામીશ્રી પાછા ફર્યા નહિ... રાહ જોઈને ઊભા રહ્યા. હાથમાં લાલ રંગનું શોભાનું એક મોટું ફૂલ હતું તે રાખ્યું હતું. સ્વામીશ્રી કોઈ દિવસ ઝાઝો સમય ફૂલ હાથમાં રાખે નહિ, પણ આજે તો ફૂલને રમાડવા લાગ્યા. એટલામાં ચાવી આવી. પાછળના ભાગનો દરવાજો ખૂલ્યો. સીધા આંબા નીચે પધાર્યા. 'કેટલા આંબા છે, ગણો જોઈએ.' સ્વામીશ્રીએ કુતૂહલતા બતાવી. પછી હાથમાનું લાલ રંગનું ફૂલ ફેરવતાં ફેરવતાં કહે :
'આ આંબાનાં કેટલાં ભાગ્ય કે આપણે આવીને અહીં બેઠા. મહારાજે કહ્યું - જે ઝાડ તળે બેસે, ફળફૂલ જમે તેનો મોક્ષ થાય છે ને સત્સંગમાં જન્મ લે છે. તે આપણે આંહી આવીને બેઠા તે આંબો કેટલાં વર્ષોથી તપ કરતો હશે...'
કોઈ બગીચામાંથી ગુલાબનાં ફૂલ લાવ્યું અને સ્વામીશ્રીને ધર્યાં - સ્વામીશ્રી સૂંઘે એવા ભાવથી. પણ સ્વામીશ્રીએ તે ફૂલો હરિભક્તોને પાછાં આપી દીધાં અને પેલું મોટું લાલ રંગનું શોભાનું ફૂલ ફરીથી હાથમાં લઈ ફેરવવા લાગ્યા.
એવામાં મગનભાઈના બે આફ્રિકન નેટિવ નોકરો ત્યાં દર્શને આવ્યા. તેઓ વીસ વર્ષથી એમને ત્યાં નોકરી કરે છે. દારૂ-માંસ લેતા નથી. સિગારેટ પીતા નથી. સિગારેટની રાખ પડી હોય તો તેને પણ અડે નહિ. એમને જોઈને સ્વામીશ્રી રાજી થયા. બંનેને વાંસામાં થાપા આપી આશીર્વાદ આપ્યા, અને વર્તમાન ધરાવી દેવા કહ્યું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-9:
Blasphemy Against God
"… Therefore, one should realise the manifest God that one has attained to forever possess a divine form and to be the 'avatãri', the cause of all of the avatãrs. If, however, one does not realise this, and instead realises God to be formless or like the other avatãrs, then that is regarded as committing blasphemy against God."
[Gadhadã II-9]