પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૪૮
બુલવાયો (રોડેશિયા)
રોડેશિયાનું નામ જેના ઉપરથી પડ્યું છે તે Rhodes નામના પાદરીની અહીંથી થોડા માઈલ દૂર એક ટેકરી ઉપર કબર છે. અહીંના એક ભાવિક મુલતાની ભક્ત યોગીજી મહારાજને ખૂબ આગ્રહ કરીને ત્યાં ફરવા લઈ ગયા. ટેકરી ચડતાં ચડતાં તેઓ સ્વામીશ્રીને આ સ્થળનો ઇતિહાસ કહેવા લાગ્યા કે રોડ્સને એક સ્ત્રી સાથે 'લવ' (પ્રેમ) થયો...
તેણે સ્વામીશ્રીને પૂછ્યું કે 'આપ 'લવ' તો સમજો છો ને ?' ખૂબ જ નિર્દોષતાથી સહજતાથી સ્વામીશ્રી બોલ્યા, 'હા, લવ એટલે થોડું.' માયિક સંબંધો અને શબ્દોથી પર સ્વામીશ્રીએ તો લવ શબ્દનો ગુજરાતી કોશ પ્રમાણે અર્થ કહ્યો. સાથે ચાલતા બીજાને તો આ રમૂજી વાર્તાલાપમાં સ્વામીશ્રીની અમાયિક પ્રતિભાનાં દર્શન થયાં. મુલતાની ભક્તે ખાસ સાંભળેલું નહિ તેથી વાત આગળ ચલાવી. તેઓ ઠેક ટેકરી ઉપર સ્વામીશ્રીને લઈ ગયા. અહીં આગળ સ્વામીશ્રીએ રોડ્સનું કલ્યાણ થાય તેવો શુભ સંકલ્પ કર્યો. રોડ્સની કબર પાસે સ્વામીશ્રીના ફોટા પાડ્યા. ઘણાં વર્ષો પછી સ્વામીશ્રી આવી રીતે ટેકરી ચઢ્યા હશે, તેથી પોતે ઘણા જ શ્રમિત થયા હતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-12:
The impotent Jiva
“One who, in his heart, does not have such firm faith coupled with the knowledge of God’s greatness should be known to be impotent – no jiva is ever going to be uplifted by his words…”
[Vartãl-12]