પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-4-2017, કમ્પાલા
આજે સ્વામીશ્રીના મુંડન દરમ્યાન વાગી જવાના કડવા અનુભવોની વાતો નીકળી.
સ્વામીશ્રી કહે : ‘અમારેય એવું થયું હતું - ધર્મજમાં. એક ડોસો હતો તે અમારી પાસે આવ્યો. શિયાળાનો સમય હતો. સવારના 4-30 વાગ્યા હતા, તેના હાથ ધ્રૂજે...’
સંતો કહે : ‘તો પછી મુંડન થયું હતું ?’
સ્વામીશ્રી હસીને કહે : ‘આઠ કાપા.’ એટલે કે એ મુંડન દરમ્યાન આઠ કાપા પડ્યા હતા.
સંતો કહે : ‘ઓહોહો...’
સ્વામીશ્રી કહે : ‘રેકૉર્ડ સત્તર કાપાનો છે - સારીંગમાં.’
તેનું કારણ જણાવતાં કહે : ‘સોળ સંતો પછી આપણો વારો આવે ને ? ત્યારે અસ્ત્રો બુઠ્ઠો થઈ ગયો હોય !’
વિચાર આવી ગયો કે સત્પુરુષે આવું તો કેટકેટલુંય સહન કરી લીધું હશે ! કોઈકને રાજી કરવા, કોઈકના ભાવ પૂરા કરવા અને વધુ તો આપણને સૌને સમજાવવા કે ‘ભાઈ ! જીવનમાં સહન કરવાનું આવશે.’
Vachanamrut Gems
Gadhadã II-21:
Not Falling From Path of Liberation
"… because they had the same conviction in and knowledge of the greatness of the manifest form of God and the manifest form of the Sant as they had of their past forms, they did not fall from the path of liberation. Thus, the essence of all of the scriptures is this very fact."
[Gadhadã II-21]