પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૪૯
મોમ્બાસા, તા. ૧૨-૪-૧૯૭૦
આજે નિયમ મુજબ પટેલ સમાજમાં સવારે સત્સંગસભા થઈ. એમાં સાડા બાર થઈ ગયા. અહીંથી મંદિરે દર્શન કરી ઉતારે જવાનો કાર્યક્રમ હતો, પણ મોડું થઈ ગયું હતું. છતાં યોગીજી મહારાજ કહે, 'મંદિરે દર્શન કરવા જવું જ જોઈએ. મંદિર માટે તો આપણે આવ્યા છીએ. બે ટાઇમ જવું જ જોઈએ...'
'બાપા ! ઠાકોરજી પોઢી ગયા હશે,' એમ કહ્યું.
'ઉઘડાવશું, આપણું મંદિર છે, પણ બે ટાઇમ મારે દર્શન કરવા જ જોઈએ. સાંજે આરતી કરવા પણ આવીશું...' એમ કહી મંદિરે પધાર્યા. દર્શન કરી ઉતારે ગયા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-11:
Perceiving Flaws in a Devotee
"However, this fact is actually very intricate, and if it is not fully understood, then on seeing a devotee of God behaving in the same way as all ignorant people do, one would perceive flaws in him. As a result, the person who perceives the flaws would be consigned to narak."
[Gadhadã II-11]