પ્રેરણા પરિમલ
ખેવના - સંભાવના
(લેસ્ટર, તા. ૨૨-૬-૨૦૦૦)
સ્વામીશ્રી લેસ્ટર પધાર્યા ત્યારે મંદિર ઉપરના માળે હોવાથી સ્વામીશ્રીને સેવકોના હાથ પર બેસી ઉપર જવાનું હતું. ખુરશી તૈયાર હતી છતાં સ્વામીશ્રી હમણાં આ રીતે જ દાદરા ચઢવાનું પસંદ કરે છે. બાજુમાં ઊભેલા મંગલતીર્થ સ્વામી સ્વામીશ્રીને ટેકો દેવા પોતાના ચંપલ ત્યાં જ ઉતારી ઝડપથી આગળ આવ્યા. સ્વામીશ્રી તેમના અને સેવકના ટેકે બેસી ઉપર જવા ઊપડ્યા પણ સૂચના આપી : 'આનાં ચંપલ એકબાજુ મૂકી દેજો. આડાંઅવળાં ન થઈ જાય.'
આશ્રિતોનાં ચંપલની પણ ચિંતા કરતા સ્વામીશ્રીની આ આત્મીયતાભરી ખેવના સૌને સ્પર્શી ગઈ.
આ જ સ્વામીશ્રીએ ઉપર જ્યારે મંદિરના ઓરડામાં જવા પોતાનાં ચંપલ બહાર કાઢ્યાં, ત્યારે તે ચંપલ પાછળ આવતી ગિરદીની ઠેસથી ફંગોળાઈ ગયાં હતાં. પોતાની નહીં પણ અન્યની દરકાર કરવી તે સ્વામીશ્રીની જીવનશૈલી છે.
બપોરનો સવા વાગી ગયો હતો. ભોજનનો નિયત સમય ઘણો ઠેલાઈ ગયો હતો અને હજી ૧૫ મિનિટનું અંતર કાપી ઉતારે પધારવાનું હતું છતાં સ્ટેજના ડાબે ખૂણે ખુરશી પર બેઠેલા જે. ડી. શાહને જોયા ને સ્વામીશ્રીનાં ચરણ તે તરફ વળ્યાં. તેઓ નીચે હતા ને ખુરશી પરથી માંડમાંડ ઊભા થઈ શકે તેમ હતા. તેથી સ્વામીશ્રી સેવકોના ટેકા વિના જાતે જ નીચા વળ્યા ને તેમના સ્વાસ્થ્યની પૂછપરછ કરી. સમય અને શરીરની પરવા તજી પોતાના ભક્તો કાજે સ્વામીશ્રી વિચરી રહ્યા છે. તેની ગવાહી આ દર્શનમાં સૌને મળી.
Vachanamrut Gems
Gadhadã II-33:
Shriji Maharaj's Desirelessness for Panchvishays
“… Even though I am insistingly offered the panchvishays without actually wishing for them Myself, I still do not have any desire for them. In fact, I push them away…”
[Gadhadã II-33]