પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૪૭
દારેસલામ, તા. ૨૫-૧૨-'૫૯
'World Peace Mission'ના બે ભાઈઓ - અરવિંદ આશ્રમના અંતેવાસીઓ ડૉ. સ્મિથ અને મુખરજી યોગીજી મહારાજને મળવા અને આશીર્વાદ લેવા આવ્યા. સ્વામીશ્રીનાં પ્રથમ દર્શનથી જ તેઓ સ્તબ્ધ થઈ ગયા. સ્વામીશ્રીએ તેમને વાતચીત કરવા કહ્યું, પણ તેઓ કહે કે 'અમારે કંઈ કહેવું નથી. પૂછવું નથી. દર્શનથી જ શાંતિ શાંતિ થઈ ગઈ છે. ખરેખર ! સ્વામીજી તો માતાજી અને અરવિંદ જેવા જ સમર્થ આત્મદર્શનવાળા પુરુષ છે એમાં જરાય શંકા નથી. એટલે તેઓ અમને આશીર્વાદ આપે એ જ બસ છે.'
આથી વધુ તેઓ બોલી શક્યા નહિ. ફક્ત સ્વામીશ્રી પાસે અંતરના આશિષ માગ્યા. સ્વામીશ્રીએ તેમને હેતથી આશીર્વાદ આપ્યા. તે બંને ભાઈઓ સ્વામીશ્રીની વાણી સાંભળી ગદ્ગદિત થઈ ગયા ને કહે, 'આપની વાણી આત્માની છે અને તે અમે સમજી શકીએ છીએ.'
તેઓ બંને સ્વામીશ્રીનાં ચરણોમાં પડી ગયા. કેટલીયેવાર સુધી ચરણો ચૂમીને ઝૂકી રહ્યા પછી ઊભા થઈ ભાવભીની વિદાય લીધી.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-46:
Result of aversion to God or His Sant...
“… However, one who bears an aversion towards God or His Sant will certainly not attain the abode of God…”
[Gadhadã II-46]