પ્રેરણા પરિમલ
ભગવાન ભળશે...
એકવાર સ્વામીશ્રી સારંગપુરમાં બિરાજમાન હતા અને ભાવનગર જિલ્લાના વિકાસ અધિકારી, પ્રૌઢ શિક્ષણાધિકારી તથા અન્ય અધિકારીવર્ગ પણ સાથે હતો. તેમણે સાક્ષરતા અભિયાન સંબંધી માહિતી સ્વામીશ્રીને આપી. લગભગ ૪૫ મિનિટ સુધી સતત તેઓ કહેતા રહ્યા. પછી કહે, 'સાક્ષરતાની સાથે સાથે વ્યસનમુક્તિનું પણ અમારું ધ્યેય છે.'
તુરત સ્વામીશ્રીએ વાતનો દોર ઉપાડી લેતાં કહ્યું, 'એ ખાસ કરવા જેવું છે. ભણતર સાથે એ અગત્યનું છે. ભણેલાનેય વ્યસન હોય છે. ભણેલાં ભૂત વધારે ધમાલ કરે. અમારે એ બધાને સુધારવાનું કામ ચાલે છે. આપણે વાવીએ એ બધા જ છોડ ઊછરતા નથી. એમ વ્યસનમુક્તિમાં પણ મહેનત કરવી પડે છે. પ્રયત્ન ચાલુ રાખવો પડે છે. આજે સમાજનું વાતાવરણ એવું થઈ ગયું છે કે પૈસા માટે વ્યસન ઘુસાડે. મંદિર થતું હોય તેમાં વાંધો લે ને સિનેમા માટે લાઇસન્સ આપે. દારૂ પણ ઘુસાડે. દારૂબંધીના અધિકારી પોતે જ પીને આવે પછી કરવું શું ? ચૂંટણીમાં દારૂ પાઈને મત મેળવે ને દારૂબંધીની વાત કરે. મફતના લોકોને છેતરો છો શું કામ ? જેણે આ બધું કામ કર્યું હોય તેને આ બધું જોઈને દુઃખ થાય.'
'આપણે અંગ્રેજોને કાઢ્યા પણ એનું બધું પેસી ગયું. સ્વરાજ લીધું પણ અસલ ઉપર આવ્યા નહિ. ગાંધીજીને જે ગમતું તે સરવણીમાં મૂકી દીધું. મરઘાંઉછેર શું કામ કરો છો ? સરકાર પણ સન્ડે ફોર અંડે કરે છે. એ જ પ્રચાર કરે. પછી એનામાં ને પ્રજામાં બરકત શું આવે ? સંસ્કાર બગડે એ જોતા નથી.'
સમાજનું આધુનિક ચિત્ર રજૂ કર્યા બાદ સ્વામીશ્રી કહે : 'જે હોય તે, આપણે તો મહેનત કરવી. ભગવાન ચોક્કસ ભળશે.'
Vachanamrut Gems
Panchãlã-3:
The Intelligence
"… In comparison, someone else may possess only a little intelligence, but if, after realising his own flaws, he attempts to eradicate them, then even his limited intelligence is useful in attaining liberation. In fact, only he can be called intelligent…"
[Panchãlã-3]