પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-4-2017, કમ્પાલા
સ્વામીશ્રી પ્રૅસિડન્ટને મળીને પાછા ઉતારે પધાર્યા ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. સૌની વિનંતીથી સ્વામીશ્રી શય્યાધીન થયા. વાતો કરતાં કરતાં સ્વામીશ્રી પલંગમાં બેઠા થઈ ગયા અને કહે : ‘રસ્તામાં બધા માણસોને જોઈને હું વિચારતો હતો, ભગવાન સૌનું ભલું કરો. ભગવાન સૌનું ભલું કરો.’
સૌ સંતો તો દંગ થઈ ગયા. આ કેવા અદ્ભુત પુરુષ છે ! હંમેશા પોતાની તકલીફો અવગણીને બીજાનું ભલું કરવાનું જ વિચારતા રહે છે !
Vachanamrut Gems
Gadhadã II-10:
Power of Bhakti
"Bhakti has a lot of power; and while gnãn and vairãgya also have such power, it is not as much as that of bhakti. However, true bhakti is extremely rare…"
[Gadhadã II-10]