પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-12-2010, મુંબઈ
પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનો જન્મદિવસની શુભેચ્છા માટે ફોન હતો.
કલામ સાહેબ કહે : ‘નમસ્કાર ! આજે આપનો જન્મદિન છે, આપ 90 વર્ષના થયા છો, તો હું આપને પ્રાર્થના કરું છું કે પૃથ્વી સૂર્યની 100 પરિક્રમા પૂરી કરે ત્યાં સુધી, આપ 100 વર્ષની ઉંમર સુધી આ પૃથ્વી પર રહો.’
સ્વામીશ્રી કહે : ‘આપની ભાવના પણ સારી છે. આપનાથી કાર્ય સારાં થતાં રહે છે. એ ભગવાનને પ્રાર્થના છે.’
અબ્દુલ કલામ કહે : ‘ભગવાન હંમેશાં આપનું સ્વાસ્થ્ય સારું રાખશે કારણ કે આપને કારણે લાખો લોકોનું જીવન સાર્થક બને છે. આપને કારણે અક્ષરધામમાં દરરોજ પ્રવેશતાં હજારો લોકો કેવાં સુખ અને સંતોષ અનુભવે છે !’
સ્વામીશ્રીએ તેઓને આશીર્વાદ આપ્યા. આરામમાં જવા માટે સમય થઈ ચૂક્યો હતો. સંતો આજુબાજુ ઊભા હતા. નારાયણચરણ સ્વામી સ્વામીશ્રીને ઊભા કરી રહ્યા હતા.
એ દરમ્યાન બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘અબ્દુલ કલામે જેમ વાત કરી કે સૂર્યની પ્રદક્ષિણા પૃથ્વી ફરે છે, એમ આજે અમે આપની પ્રદક્ષિણા ફરીએ.’
આ વાત સાંભળીને યોગીચરણ સ્વામી કહે : ‘સ્વામીબાપાની પ્રદક્ષિણા કેવી રીતે થાય ?’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘કેમ ?’
યોગીચરણ સ્વામી કહે : ‘એવો કોણ સમર્થ છે કે જે પ્રદક્ષિણા ફરી શકે ? અક્ષરધામ તો અધો-ઊર્ધ્વ પ્રમાણે રહિત છે.’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘તોય ફરી લઈએ.’
આ સાંભળીને સ્વામીશ્રીએ યોગીચરણ સ્વામી તરફ નિર્દેશ કરીને કહ્યું : ‘આણે કીધું નહીં, અક્ષરબ્રહ્મ પ્રમાણે રહિત છે, ચારે બાજુ છે.’ એમ કહીને આંગળી વડે ચારે દિશામાં ફેરવવાની મુદ્રા કરવા લાગ્યા.
એ દરમ્યાન સ્વામીશ્રી ઊભા થઈ ચૂક્યા હતા.
યોગીચરણ સ્વામી કહે : ‘ગણપતિએ જેમ શંકર-પાર્વતીની પ્રદક્ષિણા કરી એમ આપણે અહીં જ ફરી લઈએ.’
ઉપસ્થિત હતા એ તમામ સંતો સ્વામીશ્રીની પ્રદક્ષિણા કરવા લાગ્યા. સ્વામીશ્રી આનાકાની કરતા હતા. પ્રદક્ષિણાના વર્તુળમાંથી છટકવાનો પ્રયત્ન કરતા હતા. નારાયણચરણ સ્વામી સ્વામીશ્રીને વચ્ચે લઈ આવવાનો પ્રયત્ન કરતા હતા. પ્રદક્ષિણા શરૂ થઈ. કોઈએ એક તો કોઈએ દોઢ તો કોઈએ બે પ્રદક્ષિણા ફરી. સ્વામીશ્રી જોર કરીને આગળ વધતા રહ્યા. બારણું નજીક આવ્યું ત્યારે તો ધક્કો મારીને નજીક પહોંચવા જતાં એક તરફ નમી ગયા, પરંતુ આજે સૌને અલભ્ય લાભ મળી રહ્યો હતો. આ રીતે સૌએ સ્વામીશ્રીની પ્રદક્ષિણા કરવાનો લાભ લીધો.
Vachanamrut Gems
Gadhadã I-24:
Appreciating Even a Single Virtue
"Moreover, when a fault is noticed in a devotee, one should think, 'His swabhãv is such that it is not suitable in the Satsang fellowship; nevertheless, he has attained satsang. Regardless of what he is like, he has still remained in the Satsang fellowship. Surely, then, his sanskãrs from past lives or from this very life must be extremely favourable for him to have attained this satsang.' With this understanding, one should highly appreciate even such a person's virtues."
[Gadhadã I-24]