પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-4-2010, અમદાવાદ
સ્વામીશ્રી સભામંડપમાં પૂજામાં પધાર્યા. સંતોએ તથા યુવકોએ આજના દિવસના પ્રાસંગિક કીર્તનો ગાયાં. છેલ્લે કૃષ્ણપ્રિય સ્વામી કીર્તન ગાઈ રહ્યા હતા. ‘ભક્તિ તણાં જ્યાં પૂર ઊમટ્યાં’ એ કીર્તન ચડતા તાલે ગવાઈ રહ્યું હતું. એ દરમ્યાન સ્વામીશ્રી ઉપમંચ ઉપરથી ઊતરીને મુખ્યમંચ ઉપર હરિભક્તોની નજીક જઈને સૌને દર્શન દઈ રહ્યા હતા. વાતાવરણમાં ભક્તિનો ઉછાળ હતો અને એ દરમ્યાન તાલ આપી રહેલા સંતોની બાજુમાં જ જયદીપ સ્વાદિયાનો નાનકડો શિશુ દીપ તબલાં ઉપર એ રીતે થાપ આપી રહ્યો હતો કે જાણે એ આ દુનિયામાં જ હોય નહીં ! ડોકું ધુણાવતો ધુણાવતો, બેઠાં બેઠાં નાચતો નાચતો બંને હાથ ઉછાળી ઉછાળીને એ લયબદ્ધ રીતે તબલાં ઉપર પ્રહાર કરી રહ્યો હતો. સ્વામીશ્રી એની તરફ કેટલીય વાર સુધી જોઈ રહ્યા. આમ તો આ રોજનો ક્રમ છે, પણ આજે એ તબલાં ઉપર હતો. મરક મરક હસતાં હસતાં જોઈ રહેલા સ્વામીશ્રીએ અચાનક કૅમેરાવાળા કુણાલ ભાવસારને ઇશારો કરીને કહ્યું : ‘આ પણ લે ને !’
સામાન્યતયા સ્વામીશ્રી તરફ જ મંડરાઈ રહેલા આ કૅમેરાને સ્વામીશ્રીએ ધ્યાનભંગ કરાવ્યો અને નાનકડા શિશુ તરફ ફેરવાવ્યો. સ્વામીશ્રી નાના શિશુને પણ મહત્ત્વ મળે એવી વિશાળ સુહૃદયતા દાખવી શકે છે.
Vachanamrut Gems
Gadhadã III-36:
The Most Extraordinary Spiritual Endeavour for Liberation
Then Shriji Mahãrãj asked all of the paramhansas and devotees, “What is the most extraordinary spiritual endeavour for the liberation of the jiva, which, if practised, will surely guarantee liberation and prevent all other obstacles from hindering that liberation? Also, what is the greatest obstacle in that endeavour for liberation, on account of which one would certainly fall from the path of liberation? Please answer both of these questions.”
Everyone answered according to their understanding, but the question was not answered satisfactorily. So then Shriji Mahãrãj said in reply, “The most extraordinary spiritual endeavour for liberation is to understand Purushottam Bhagwãn, who is seated amidst the mass of light of Brahma, as eternally having a form. Furthermore, understanding that all avatãrs emanate from Him, one should accept the refuge of the manifest form of God by any means possible. One should also offer bhakti to that God while observing dharma, as well as associate with a Sant possessing such bhakti. That is the most extraordinary spiritual endeavour for liberation. One encounters no hindrances along that path.