પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૪૮
દારેસલામ, તા. ૧૧-૪-૧૯૭૦
ઉતારેથી યોગીજી મહારાજ લુહાણા વાડીમાં સભામાં પધારતા હતા. રસ્તામાં દરિયાકિનારો આવતો હતો. બંદર આવ્યું, બંદર ઉપર સ્ટીમરો હતી તે સ્વામીશ્રીને બતાવી. એટલે કહે, 'એમાં શું? બધા પોતાના સ્વાર્થમાં મંડ્યા છે. દરિયો ભગવાનનો છે અને સૌ પોતાના સ્વાર્થ માટે પૈસા કમાવા વાપરે છે...' સ્વામીશ્રીએ સૂક્ષ્મ ટકોર કરી. કુદરતી લાભો ભગવાને આપેલા છે, પણ માણસો ભગવાનનો પાડ ભૂલીને, મગરૂરીમાં એનો ઉપયોગ કરે છે. એટલે જ કદાચ સ્વામીશ્રીએ કહ્યું હશે કે સૌ પોતાના સ્વાર્થમાં મંડ્યા છે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-10:
Requirements for Attaining Liberation
"… Therefore, a person who aspires to attain liberation should realise God to possess a definite form and should maintain His firm refuge."
[Gadhadã II-10]