પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-4-2017, કમ્પાલા
આજે સ્વામીશ્રી અને યુગાન્ડાના પ્રૅસિડન્ટ શ્રી મુસેવિનીજી વચ્ચે મુલાકાત ગોઠવાઈ હતી. સ્વામીશ્રી 12-05 વાગ્યે સ્ટેટ હાઉસના સ્વાગત કક્ષમાં પધારી ગયા. પ્રૅસિડન્ટને આવવાની વાર હતી. રાહ જોતાં જોતાં બપોરના 2-10 વાગી ગયા, પણ હજુ મુલાકાતના સમાચાર નહોતા. બધાની શ્રદ્ધા અને ધીરજ હવે ખૂટવા આવી હતી, પણ સ્વામીશ્રીની નહીં !
સ્વામીશ્રી કહે : ‘તેઓ ભલે આપણને મળવામાં વાર લગાડે, પણ આપણે તેઓને ધામમાં તરત લઈ જઈશું, વાર નહીં લગાડીએ.’
એટલામાં સમાચાર આવ્યા કે પ્રૅસિડન્ટ બહાર ગયા હતા અને હજુ હમણાં જ આવ્યા છે.
સ્વામીશ્રી તરત બોલી ઊઠ્યા : ‘તો તેઓ જમશે ક્યારે ?’
પોતે આટલી ભીડાવાળી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય ત્યારે કોઈને બીજાનો આવો વિચાર આવે ?! જો કે એ સમયે આ બધી તપાસ કરવાનો અવકાશ નહોતો.
પછી મુલાકાત આરંભાઈ અને એમાં જ્યારે આત્મસ્વરૂપદાસ સ્વામીએ પ્રૅસિડન્ટને જણાવ્યું : ‘આપ બે વાગ્યા પછી આવ્યા અને સ્વામીશ્રીએ જાણ્યું કે આપ હજુ જમ્યા નથી તો સ્વામીશ્રીએ પૂછ્યું - ‘પ્રેસિડન્ટ સાહેબ ક્યારે જમશે ?’
આ સાંભળીને પ્રેસિડન્ટ ગદ્દ્ગદિત થઈ ગયા ને બોલ્યા : ‘સ્વામીશ્રી મારા માટે આટલી બધી ચિંતા કરે છે !’
ત્યારથી લઈને તેમણે બહાર પધાર્યા ત્યાં સુધી સ્વામીશ્રીનો હાથ પકડી રાખ્યો.
Vachanamrut Gems
Gadhadã II-10:
A True Devotee
"… Even a sinner would perceive divinity in the divine actions of God; a true devotee of God, however, would perceive divinity even when God performs human-like actions…"
[Gadhadã II-10]