પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-12-2010, મુંબઈ
આજના સ્વામીશ્રીના જન્મદિવસે સ્વામીશ્રી શું કરતા હતા ? સૌની ભાવના હતી કે આજે તો સ્વામીશ્રીને જે ગમતું હોય એ કરે, પરંતુ સ્વામીશ્રી તો સતત મિટિંગમાં વ્યસ્ત હતા. વળી, આજના જન્મ-દિવસની શુભેચ્છા પાઠવવા અને આશીર્વાદ મેળવવા માટે અનેક હરિભક્તોના દેશ-વિદેશથી ફોન આવતા હતા. ચાલુ મિટિંગે પણ સૌની ભાવનાને સ્વામીશ્રી સ્વીકારતા હતા. વળી, વચ્ચે કોઈક હરિભક્તોના જીવનના પ્રશ્નોમાં પણ ફોન દ્વારા આશીર્વાદ અને માર્ગદર્શન આપતા જતા હતા.
આ સંદર્ભમાં બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘આપનું તો વિશિષ્ટ વ્યક્તિત્વ છે. મિટિંગ પણ ચાલતી જાય અને વચ્ચે વચ્ચે ફોન પણ આવતા જાય, બધું જાહેર.’
સ્વામીશ્રી હળવાશથી તેઓના ફોનની સામે દૃષ્ટિ કરતાં કહે : ‘આમાંથી પણ આવે જ છે ને !’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘કોઈ આૅફિસ નહીં, કબાટ નહીં, થેલો નહીં, ‘આ કાગળ મારો છે ને રાખજે’ - એવું અંગત કશું જ નહીં.’
સ્વામીશ્રી કહે : ‘અમારું તો દેશી તંત્ર, આમ જ હાલવાનું. આમ ને આમ મહારાજની દયાથી આખી સંસ્થા વિકસી ગઈ.’
Vachanamrut Gems
Gadhadã I-22:
Remembering God in all Activities
Shriji Mahãrãj then said, "If one does not remember God while singing to the accompaniment of a mrudang, sãrangi, sarodã, tãl or other instruments, then that singing is as good as not having sung at all. Besides, there are many people in this world who sing and play instruments without remembering God; but they do not attain peace of mind. Therefore, whichever activity one performs - whether it be singing devotional songs, reciting God's holy name, chanting the 'Nãrãyan' dhunya, etc. - one should only perform that activity while remembering the form of God."
[Gadhadã I-22]