પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-4-2010, અમદાવાદ
એક હરિભક્તે પત્રમાં પોતાનાં દીકરીને થતી મુસીબતો લખી હતી. ન્યૂરાલજ્યાનો દુખાવો હોવાથી સખત પીડા થાય છે, બોલાતું પણ નથી, આંખમાંથી અને નાકમાંથી પાણી નીકળતું રહે છે અને કરન્ટ લાગતો હોય એવો અનુભવ આખો દિવસ થતો રહે છે. આ દુખાવાની કોઈ દવા નથી. બે વરસ પહેલાં આપને પત્ર લખ્યો ત્યારે સારું થઈ ગયું હતું. હવે ફરીથી ભયંકર દુખાવો શરૂ થયો છે, ખૂબ પીડાય છે, માટે દયા કરો.
સ્વામીશ્રીએ લખાવ્યું કે ‘કોઈ ઉપાય નથી તો હવે ભગવાનને સંભારીને પ્રયત્ન કરજો અમે પ્રાર્થના કરીશું.’ આટલું કહીને સ્વામીશ્રીએ બીજો પત્ર વાંચવા લીધો. એ પત્ર અડધો વંચાયા પછી વળી સ્વામીશ્રી કહે : ‘કંઈ ઉપાય ન હોય તો ઠાકોરજીની પ્રસાદીનું જળ છે, એ ચમચી ચમચી પિવડાવજો અને જ્યાં પીડા થાય છે ત્યાં ચોપડજો. ભગવાનને સંભારીને કરજો. અમે પ્રાર્થના કરીશું.’
Vachanamrut Gems
Gadhadã II-33:
Shriji Maharaj's Propagation of Non-Lust
“Furthermore, in all of the discourses that I deliver, I always strongly propagate observance of the vow of non-lust…”
[Gadhadã II-33]