પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીની પરિચયકળા
પરિચય એ સ્વામીશ્રીનું આગવું અંગ છે. વ્યક્તિને પોતાની કરી લેતાં સ્વામીશ્રીને સહેજ પણ વાર લાગતી નથી અને એ પણ કલા કે કૌશલ્યના કે બુદ્ધિના કોઈ પણ પ્રકારના ચમકારા વગર.
એક મુમુક્ષુ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. બીજલ કિરીટભાઈ એનું નામ. આવતાંવેંત સ્વામીશ્રીએ પૂછયું : 'દેશમાં મૂળ ક્યાંના ?'
'નડિયાદના.'
'એમ, નડિયાદમાં કયું ?'
'કાકરખાડ.' આટલું સાંભળતાં જ સ્વામીશ્રી બોલ્યા : 'વાડ, ખાડ ને વગો. કાકરખાડનું સ્ટેટસ તો વધારે કહેવાય. પહેલું કાકરખાડ આવે, પછી દેસાઈવગો ને પછી લખાવાડ.' સ્વામીશ્રીએ આટલું કહ્યું અને બીજલભાઈના અંતરમાં સ્વામીશ્રીની સ્નેહાળ પ્રતિભા બેસી ગઈ. નહીં કંઈ વિશેષ છટા, છતાં તે ભાઈ બોલી ઊઠ્યા : 'બાપા! આપ તો નડિયાદના વાડ, ખાડ ને વગાથી પરિચિત છો. થેંક યુ, થેંક યુ.'
આટલી સાહજિક વાતચીતમાં પણ તેઓ આભારવશ થઈને ગયા. સંપર્કની સ્વામીશ્રીની આ સહજ રીત છે.
(તા. ૯-૫-૨૦૦૪, રવિવાર, લ્યુટન)
Vachanamrut Gems
Sãrangpur-11:
Intensely Focused Vrutti on God
"Thus, whether after one life, or after countless lives, or even in the last moments before one dies, should a devotee's vruttis become intensely focused on God, no deficiency would remain in that devotee."
[Sãrangpur-11]