પ્રેરણા પરિમલ
અકળામણ
(પ્રેસ્ટન, તા. ૨૧-૬-૨૦૦૦)
'એક, દો, તીન, ચાર, પ્રમુખસ્વામીનો જયજયકાર...' યુવાનો જયજયકાર દ્વારા ગલીઓ ને ગગનને ગજાવી રહ્યા હતા. રસ્તાની બંને બાજુ ઊભા રહીને હરિભક્તો સ્વામીશ્રીનાં દર્શન કરી રહ્યાં હતાં - સ્વામીશ્રી પણ તે સૌ હરિભક્તો પર દૃષ્ટિ કરતા, ક્યારેક પરિચિત ચહેરો દેખાતાં મંદમંદ હાસ્ય વેરી લટકાં કરતા, કોઈના ભાવભર્યા પ્રણામ બે હાથ જોડી સહેજ મસ્તક નમાવીને ઝીલતા ને ક્યારેક આગળ નૃત્ય કરી રહેલા બાળકોના તાલે પોતાના જમણા ઘૂંટણે જમણા હાથે તાલ દેતા.
સ્વામીશ્રીની ગાડી ફ્રેન્ચવુડ સ્ટ્રીટ પરથી પસાર થઈ રહી હતી ત્યારે આગળ ચાલતા યુવાનો ભાંગડાની ભાતીગળ ભંગિમાઓ સાથે 'એક દો તીન ચાર, પ્રમુખસ્વામીનો જયજયકાર' એ નાદની ઘોષણાઓ કરી રહ્યા હતા. શોભાયાત્રા શરૂ થઈ ત્યારથી આ ઘોષ ઊઠી રહ્યો હતો. સ્વામીશ્રી અકળાઈને કહેવા લાગ્યા : 'એકનું એક ઝાપટે રાખે છે. એમ નહીં કે પહેલા શ્રીજીમહારાજનું ને પછી પરંપરાનું બોલવું. બધાં સેન્ટરોમાં આ વાત કરવી જોઈએ કે આ રીતે જ (પરંપરા પ્રમાણે) જય બોલાય.'
શ્રીહરિને સ્હેજ પણ ગૌણ કરે તેવી ગુરુ-ભક્તિનાં જળ મર્યાદા મૂકે કે નિશાન ચૂકે તે સ્વામીશ્રીને પસંદ નથી તે તેઓના આ અભિપ્રાયથી સમજી શકાતું હતું. અંતે ગાડીનો કાચ ખોલી ધૂન શરૂ કરાવી ત્યારે જ તેમને નિરાંત થઈ.
Vachanamrut Gems
Gadhadã III-14:
What is the Best of Three Ways of Attaching One’s Mind to God?
Then Nãjã Jogiyã asked, “Which is the best of the three: one whose mind is attached to God out of anger, one whose mind is attached to God out of fear or one whose mind is attached to God out of love?”
Shriji Maharaj said, “One whose mind is attached to God out of love is best.”
[Gadhadã III-14]