પ્રેરણા પરિમલ
આનંદ અખંડ રાખજો...
૧૯૮૯ની સાલમાં અમદાવાદમાં કાર્તિક એકાદશીનો સમૈયો સ્વામીશ્રીએ કર્યો. એ દિવસ સ્વામીશ્રીનો દીક્ષાદિન પણ ખરો. એટલે કારતક સુદ ૧૨ના દિવસે નારાયણમુનિએ સ્વામીશ્રીને પૂછ્યું :
'દર કારતક એકાદશીએ આપને દીક્ષાની યાદ આવે કે નહિ ?'
'સ્મૃતિ તો થાય ને !' સ્વામીશ્રીએ કહ્યું.
'શું સ્મૃતિ થાય ?'
'તમને જેમ યાદ આવે છે ને એમ, અમનેય સ્મૃતિ થાય.'
'દીક્ષા લીધે કેટલાં વર્ષ થયાં, એ યાદ આવે ?'
'ના, વરસ નહિ ગણવાનાં.' સ્વામીશ્રીએ અણગમો બતાવ્યો.
'આ દિવસે વિશેષ પ્રાર્થના કરો ?'
'એ તો કાયમ ચાલુ જ હોય ને !'
'કઈ પ્રાર્થના કરો ?'
'સેવાભક્તિ થાય એ...' સ્વામીશ્રીએ સાહજિકતાથી કહ્યું. શાસ્ત્રીજી મહારાજ પૂરણપોળી જમતા - એમને રુચતી. એના અનુસંધાનમાં સ્વામીશ્રીને સંતોએ આગ્રહ કર્યો કે આજે થોડી જમો.
સ્વામીશ્રી કહે, 'ના, આજે તો દીક્ષા આપી એટલે ઉપવાસ કરવો પડે.'
સંતો કહે, 'આજનો દિવસ ખૂબ દિવ્ય લાગ્યો.'
સ્વામીશ્રી બોલ્યા : 'આવો ને આવો આનંદ અખંડ રાખજો. ચોવીસે કલાક. આઠે પહોર. આજનો દિવસ જ નહિ...'
કાયમ માટે પ્રગટ ગુરુહરિની સ્મૃતિઓ વાગોળવાનો સ્વામીશ્રીએ અણસાર કર્યો ને સુખિયા રહેવાનો પરમ ઉપાય બતાવ્યો.
Vachanamrut Gems
Gadhadã II-6:
Observing the Moral Do's and Don'ts
"… Similarly, although at the time there may not seem to be any benefit in observing the moral do's and don'ts, one who does observe dharma by the command of a great Purush ultimately attains liberation - just as one receives cash from drafts."
[Gadhadã II-6]