પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-4-2010, અમદાવાદ
સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા વિરાજ્યા. એ દરમ્યાન ઈશ્વરચરણ સ્વામી, વિવેકજીવન સ્વામી, શ્રીહરિ સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી વગેરે સંતોએ આજકાલ યુરોપ ખંડના આઇસલેન્ડમાં ફાટેલા જ્વાળામુખીના સમાચાર આપ્યા. ભગવાનની રચના આગળ કોઈ પહોંચી વળતું નથી એ સંદર્ભમાં વિવેકજીવન સ્વામી કહે : ‘ભગવાનની રચના અદ્ભુત છે. પૃથ્વી 230 ડિગ્રીની ધરીએ ફરે છે એમાં પણ વિશેષ કારણ છે. અત્યારે ચંદ્ર જ્યાં છે એના કરતાં નજીક હોત તો પણ ભરતી અને ઓટમાં આખી દુનિયા ડૂબી જાત અને સૂર્ય જો નજીક હોત તો આખી પૃથ્વી બળીને ખાખ થઈ જાત. એટલે ગઢડા પ્રથમના 27મા વચનામૃત પ્રમાણે જે કંઈ અનંત ઐશ્વર્ય છે એ બધાં આપનાં છે.’
સ્વામીશ્રી એ વખતે ચમચી વડે ખીચડી જમી રહ્યા હતા. એટલે કહે : ‘અત્યારે તો ચમચીથી ખવાય છે.’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘વચનામૃતમાં લખ્યું છે ને કે પગમાં ચાલનારા ભગવાન છે. શ્રીજીમહારાજના જે શબ્દો લખ્યા છે એ તો સાચા જ હોય ને ?’
સ્વામીશ્રી કહે : ‘પણ સમજાવું ને મનાવું જોઈએ ને ? નહીં તો એમ થઈ જાય કે મારે તો આમ થઈ ગયું ને તેમ થઈ ગયું. ‘બધું ભગવાનનું છે’ એ બોલીએ ખરા, પણ સમય આવે ભૂલી જવાય છે.’
વિવેકજીવન સ્વામી કહે : ‘એટલે તો આપ પૃથ્વી ઉપર પધાર્યા છો અને અમારા જેવાને જાણપણું આપો છો.’
સ્વામીશ્રી કહે : ‘સર્વકર્તા ભગવાન છે અને એ સૌનું સારું કરે છે, એ જ સમજવાનું છે.’
Vachanamrut Gems
Gadhadã III-35:
The Way of a Devotee of God
“… However, one should behave only in a manner that will please God; one should engage in bhakti and please Him and His Bhakta. That is the way of devotees of God.”
[Gadhadã III-35]