પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-12-2010, મુંબઈ
આજે સ્વામીશ્રીનું ભ્રમણ પુનઃ શરૂ થતું હતું. લગભગ 30મી તારીખ પછી સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ભ્રમણ બંધ કરાવવામાં આવ્યું હતું. આજે ડૉ. અશ્વિનભાઈ મહેતાની નજર હેઠળ આ વૉકિંગ શરૂ કરવાનું હતું, પરંતુ અશ્વિનભાઈનું સ્વાસ્થ્ય થોડુંક સારું ન હોવાથી ઉપસ્થિત રહી ન શક્યા, છતાં આજે સ્વામીશ્રીને ભ્રમણ કરાવવામાં આવ્યું. સૌથી પહેલાં પાંચ મિનિટ અને ત્યારપછી વિશ્રમ પછી સાતેક મિનિટનું ભ્રમણ થયું. પ્રમાણમાં સ્વાસ્થ્યની રીતે સઘળું સંતોષકારક હતું. સૌએ આનંદથી આ પ્રસંગને વધાવ્યો.
આરામમાં જવાનો સમય થયો ત્યારે બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘કાલે મળીએ.’
સ્વામીશ્રી કહે : ‘કેમ કાલે ?’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘કાલે સારો દિવસ છે ને !’ (સ્વામીશ્રીના જન્મદિવસના સંદર્ભમાં તેઓએ કહ્યું.)
સ્વામીશ્રી કહે : ‘અમારે તો ટ્વેન્ટીફોર અવર સારા જ છે. ભગવાન મળ્યા અને સંત મળ્યા, એમનાં દર્શન થયાં એટલે સારા જ દિવસો છે.’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘તો રાજી રહેજો.’
સ્વામીશ્રી કહે : ‘રાજીપો આજે જ રાખવાનો ? આવતીકાલે નહીં ? પરમ દિવસે નહીં ? કાયમ નહીં ? રાજીપો તો કાયમનો રાખવાનો, ટ્વેન્ટીફોર અવર.’
સ્વામીશ્રીએ અદ્ભુત વાત કરી દીધી.
Vachanamrut Gems
Gadhadã I-21:
Contemplating on God
"In addition, a devotee of God should contemplate on the form of God while eating, drinking, bathing, washing, walking and sitting - in fact, during all activities. He should particularly contemplate on God and continuously behold His form when there is no mental disturbance within. However, when there is some internal disturbance due to fluctuating thoughts, he should realise his own self to be distinct from the body, the indriyas, the antahkaran, their presiding demigods and the vishays. Only when those disturbing thoughts subside should he contemplate on the form of God."
[Gadhadã I-21]