પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૪૫
મ્વાંઝા, તા. ૪-૪-૧૯૭૦
સાંજે સનાતન મંદિરમાં યોગીજી મહારાજ સભામાં જઈ રહ્યા હતા. મંદિરના દરવાજામાં લાલ મંકોડા બહુ હતા. થોડા સ્વામીશ્રી ઉપર ચડી ગયા. કરડ્યા પણ ખરા. સ્વામીશ્રીનાં કપડાં ઝાટકીને અમે તે કાઢ્યા. પછી સ્વામીશ્રી સભામાં બિરાજ્યા. મુંબઈના સ્વામી અખિલાનંદજી પાસે સ્વામીશ્રીએ પ્રવચન કરાવ્યું.
થોડીવાર પછી સ્વામીશ્રી હૉલ બહાર બાથરૂમમાં જવા પધાર્યા. ત્યાં કહે, 'કંઈ કરડે છે, જુઓ.' ધોતિયામાં જોયું તો થોડા મંકોડા આમતેમ ભરાઈ ગયેલા ! એક એક ચટકે સોયા ભોંકાય એવા લાલ મંકોડાના કરડ સ્વામીશ્રી આખી સભા દરમિયાન સહી રહ્યા, પણ કશું બોલ્યા નહિ ! બીજો ગમે તે હોય પણ કૂદકા જ મારે. ત્યારે સમજાયું કે સ્થૂળ દેહના ભાવો આ પુરુષને વશ છે !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-11:
Consequences of Perceiving a Flaw in a Devotee
"Therefore, if in any way a person perceives a flaw in a devotee of God who, by God's command, performs karmas for the purpose of pleasing God, then adharma and its retinue will enter and reside in the perceiver's heart."
[Gadhadã II-11]