પ્રેરણા પરિમલ
ઘણાના સુખ માટે પોતાને ભલે કષ્ટ પડે...
અમદાવાદમાં એક ભાવિક વ્યસન અને કુટેવો છોડવા સ્વામીશ્રી પાસે આવ્યા.
સ્વામીશ્રી કહે, 'તમે આવ્યા એ સારું કર્યું. બુદ્ધિથી વિચાર કરવો. વ્યસનોથી કોઈ ફાયદો નથી. ધંધોય જાય ને ધર્મ પણ ન પળાય. તમે દૃઢતા રાખશો ને અમે પ્રાર્થના કરશું. પણ પેલો રસ્તો બંધ કરી દેવો. વસમું લાગશે. પણ સો ટકા જતું રહેશે. અમારે કોઈ સ્વાર્થ નથી. તમે સુખી થાવ એ જ વાત છે. માટે ગમે તેમ કષ્ટ વેઠીને પણ પ્રયત્ન કરો. ઘણાના સુખ માટે આપણને થોડું કષ્ટ ભલે પડે. આ બધું કોઈને ગમતું નથી. ફક્ત તમારા મનને જ ગમે છે. તમારી જિંદગી ને પરિવાર સારાં રહે એટલો જ સંકલ્પ કરો.'
Vachanamrut Gems
Gadhadã II-55:
I do nothing for my own personal enjoyment
“… In fact, all of My activities are for the sake of the devotees of God; there is not a single activity which I perform for My own personal enjoyment.”
[Gadhadã II-55]