પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-12-2010, મુંબઈ
છેલ્લા ચારેક દિવસથી સ્વામીશ્રી એક હરિભક્તના વ્યવહારની ચિંતા કરતા હતા. એક હરિભક્તની દીકરી લંડનમાં ભણી રહી છે. એનાં લગ્ન માટે સત્સંગી યુવક સાથે વાત ચાલતી હતી, પરંતુ વ્યાવહારિક રીતે દીકરી-પક્ષના વડીલોને કેટલીક સ્પષ્ટતા કરવાની જરૂર લાગી હતી. એ બાબતમાં બે દિવસથી તેઓ સ્વામીશ્રીના સંપર્કમાં હતા. આ જ સંદર્ભમાં સ્વામીશ્રીએ લંડન કોઠારી યોગવિવેક સ્વામીને બે-ત્રણ વખત ફોન કર્યા હતા, યુવકની બાબતમાં અભિપ્રાય મેળવ્યા હતા. બે દિવસ પહેલાં એ જ યુવક સ્વામીશ્રીનાં દર્શને અહીં આવ્યો, ત્યારે સેવક સંતે સ્વામીશ્રીને નિર્દેશ કરીને કહ્યું કે ‘પેલા હરિભક્તની દીકરી સાથેની વાત ચાલે છે એ જ આ યુવક છે.’ એને જોઈને સ્વામીશ્રી કહે : ‘હું ભોજન કરી લઉં પછી ફોનથી મને મળાવજો.’ એ રીતે ફોન દ્વારા પણ સ્વામીશ્રીએ આ યુવક સાથે સાતેક મિનિટ સુધી વાત કરી હતી અને સ્વામીશ્રીને સંતોષ થતાં પુનઃ એ હરિભક્ત સાથે વાત કરીને લગ્નમાં આગળ વધવાની સંમતિ તો આપી, પરંતુ સાથે સાથે તેમને અહીં આવી જવા અને આ યુવકને મળવા માટે પણ વાત કરી.
આજે તેઓ પરિવારજનો સાથે અહીં આવ્યા હતા. સ્વામીશ્રીએ આપેલા માર્ગદર્શન મુજબ આ યુવક સાથે તેઓએ બેસી લીધું હતું. હવે સૌ સંમત હતા એટલે સ્વામીશ્રી સાથે વાત કરવા માગતા હતા. જોકે સ્વામીશ્રીના સ્વાસ્થ્યને લક્ષમાં રાખીને છેલ્લા કેટલાક દિવસોથી ડૉક્ટરોએ તેઓને વ્યક્તિગત રીતે મુલાકાતો ન આપવા માટે ખાસ વિનંતી કરી હતી. તે અનુસાર વ્યક્તિગત મુલાકાતો શક્ય ન હતી. સ્વામીશ્રીના ઉતારાની બહારની અગાશીમાં સૌ બેઠા હતા. ધર્મચરણ સ્વામીએ સ્વામીશ્રીને કહ્યું કે ‘દીકરી-પક્ષના સર્વે લોકોએ યુવક સાથે બેસી લીધું છે, હવે બધા બહાર બેઠા છે. આપ ફોનમાં વાત કરીને આશીર્વાદ આપો.’
સ્વામીશ્રી કહે : ‘એ બધાને અહીં બારણે ઊભા રાખજો, વારાફરતી વ્યક્તિગત મળી લે.’
ધર્મચરણ સ્વામી કહે : ‘એ માટે મારે પૂછવું પડે. આપ ફોનમાં આશીર્વાદ આપી દ્યો.’
જોકે સ્વામીશ્રીએ આગ્રહ રાખ્યો છતાં, ફોનમાં તેઓને આશીર્વાદ આપ્યા.
થોડી વારમાં નારાયણચરણ સ્વામી આવ્યા. તેઓને પણ સ્વામીશ્રીએ પુનઃ એ જ વાત કરી અને એ હરિભક્તોને મળવા આગ્રહ કર્યો. અલબત્ત, એ શક્ય નહોતું. થોડી વાર પછી સ્વામીશ્રી કહે : ‘યોગીચરણ આવ્યા ?’ સ્વામીશ્રીના સ્વાસ્થ્યની સંભાળ રાખી રહેલા યોગીચરણ સ્વામીને આવતાં થોડી વાર લાગી. તેઓ આવ્યા ત્યારે સ્વામીશ્રીએ તેઓને પણ વાત કરી કે ‘આ બધાનું સમર્પણ અને ભોગ કેવા છે !’ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને યોગીચરણ સ્વામીએ થોડીક વાત કરી, પરંતુ સ્વામીશ્રી થોડા વ્યાકુળ થઈ ગયા, એટલે સ્વામીશ્રીની રુચિ સમજીને સૌ કોઈ સંમત થયા.
બહાર જબરેશ્વર મહારાજને લાવવામાં આવ્યા. આસન ઉપર વિધિ માટેની સામગ્રી અને પ્રસાદ મૂકવામાં આવ્યો. લગભગ 11:15 વાગ્યા હતા. શયનકક્ષનું બારણું ખોલી દેવામાં આવ્યું હતું, સ્વામીશ્રી ત્યાં ઊભા. સ્વામીશ્રી વતી અભયસ્વરૂપ સ્વામીએ પ્રસાદીનું નાળિયેર બંને પક્ષને આપ્યું અને આ રીતે સ્વામીશ્રીએ જાતે વિધિ કરાવ્યો. પછી સ્વામીશ્રી બારણે ઊભાં ઊભાં જ કહે : ‘આશીર્વાદ છે. બંનેને ગમ્યું છે અને બંને હવે આગળ વધવા માગો છો તો હવે બીજા કોઈ પ્રશ્ન આવવા જ ન જોઈએ. કાયમ માટેનું આ જોડાણ છે. સુખ-દુઃખ આવે તો પણ સાથે જ રહેવાનું અને મનદુઃખ તો થાય જ નહીં ને કદાચ થાય તો ભગવાનને યાદ કરવા. ભગવાનની દયાથી બાંધછોડ કરી નાખવી, એટલે શાંતિથી રહેવાય.’
સ્વામીશ્રીએ પોતાની ઉપસ્થિતિમાં પોતાના જ ઉમળકાથી આ વિધિ કરાવી અને સંબંધ જોડ્યો. ખાસ તો બારસાખની વચ્ચે ઊભા રહીને સ્વામીશ્રીએ કહ્યું કે પતિ-પત્ની વચ્ચે ક્યારેક મનદુઃખ થાય તો ભગવાનને સંભારવા. આ પરિવાર પર સ્વામીશ્રીની આજે અપાર કરુણા વરસી હતી, એટલે સ્વામીશ્રીના આશીર્વચનનો અર્થ એવો હતો કે આ દિવ્ય કરુણા કરનાર મૂર્તિને સંભારવી.
Vachanamrut Gems
Gadhadã I-21:
Means to Please God
Thereafter, He began, "A devotee who in his mind desires to intensely please God can do so by developing the following: unshakeable resolve in observing the dharma of one's caste and ãshram; intensely firm ãtmã-realisation; dislike for all objects except God; and bhakti which is devoid of all desires for fruits, and which is accompanied with an understanding of God's greatness. It is through these four spiritual endeavours that God can be extremely pleased. They are collectively known as ekãntik dharma. At present, there are many devotees possessing such ekãntik dharma in our Satsang fellowship."
[Gadhadã I-21]