પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૪૩
મ્વાંઝા, તા. ૨૯-૩-૧૯૭૦
અહીં લેક વિકટોરિયાને કિનારે બિસ્માર્ક રોક (Rock) છે, હરિભક્તો યોગીજી મહારાજને ત્યાં લઈ ગયા. સ્વામીશ્રીએ ખૂબ નિહાળીને જોયો. પછી ઠાકોરજીનો પ્રસાદીનો હાર હતો એમાંથી પુષ્પ લઈને કહે, 'આ પથરા ઉપર છાંટો, એનું સારું થાય. બહુ તપ કરે છે.' મહંત સ્વામીને પુષ્પ છાંટવાનું કહ્યું.
રમણભાઈ તળાવમાંથી જળ લાવ્યા તે સ્વામીશ્રીએ સ્પર્શ કરી, તળાવમાં પાછું નંખાવ્યું. પાણી જોઈને સ્વામીશ્રી બોલ્યા, 'કેટલું પાણી ! આટલું પાણી આપણા દેશમાં હોય તો બધા પાણી પીધા જ કરે.'
'બાપા ! નર્મદા ઉપર બંધ થઈ જાય તો ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, લીલુંછમ થઈ જાય,' મેં કહ્યું.
'એ થવાનું જ છે,' સ્વામીશ્રીએ નિર્ણયાત્મક શબ્દો ઉચ્ચાર્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-12:
When the Senses and Mind Disobey the Jiva
"… So, if the jiva becomes discouraged and relaxes its authority, then when it wishes to exercise its sovereignty over the antahkaran and orient it towards God, the antahkaran will not follow. Also, if it wishes to control the indriyas, even the indriyas will not comply. Then, even though the jiva is the king of the kingdom in the form of this body, it becomes helpless like a beggar…"
[Gadhadã II-12]