પ્રેરણા પરિમલ
યાદ
(તા. ૨૬-૧૨-૯૮, સારંગપુર)
આજે પરમસ્વરૂપ સ્વામી એક હરિભક્તને સ્વામીશ્રીનાં દર્શને લાવ્યા. પરિચય આપતાં કહે : 'સ્વામી ! આ બેચરભાઈ, રોહીશાળાના છે.'
સ્વામીશ્રી એમની સામે જોઈ રહ્યા. સ્મૃતિ ઢંઢોળી પૂછ્યું, 'પહેલાં કયા ગામ હતા ?'
પરમસ્વરૂપ સ્વામી કહે, 'રોહીશાળામાં જ.'
સ્વામીશ્રીને સંતોષ ન થતાં આગળ નીકળી ગયેલા બેચરભાઈને પાછા બોલાવવામાં આવ્યા. પૂછ્યું, 'તમે પહેલાં ક્યાં રહેતા હતા ?'
'ચકમપર. ત્યાં પંદર વર્ષ રહેલો.'
સ્વામીશ્રીની આંખોમાં ચમક આવી. તરત કહે, 'હંઅઅ... તેણે ચકમપરમાં બે વખત પધરામણી કરાવેલી. તેની ભેગા બહુ રહેતા.' એમ કહી બેચરભાઈનો હાથ ઉત્સાહપૂર્વક દબાવ્યો. બહાર નીકળ્યા બાદ પરમસ્વરૂપ સ્વામીએ બેચરભાઈને પૂછ્યું, 'તમે સ્વામીશ્રીની પધરામણી ક્યારે કરાવેલી ?'
'લગભગ ચાલીસ-પિસ્તાલીસ વર્ષ પહેલાં.' સ્વામીશ્રીના હૃદયમાં હરિભક્તોની યાદોના ઘર એકવાર ચણાયા પછી તૂટતા નથી કે એના પર કાળની ધૂળ ચઢતી નથી.
Vachanamrut Gems
Vartãl-14:
One who Maligns the Satpurush
“…So, one who maligns the Satpurush is a worse sinner than one who has committed the five grave sins…”
[Vartãl-14]