પ્રેરણા પરિમલ
તિલકમાં શો વાંધો ?
માર્કંડભાઈ પટેલનો ચિ. પાર્થેશ મુંબઈની એક આગળ પડતી શાળામાં અભ્યાસ કરતો હતો. સ્વામીશ્રી અને સંતોની પ્રેરણાથી એણે નિત્યપૂજા શરૂ કરી હતી, ને તિલક ચાંદલો પણ ઉમંગથી કરતો હતો. પરંતુ શાળાના સંચાલકે તેને મનાઈ કરી કે તારે તિલક કરવું નહિ. કાલે ઊઠીને મુસલમાન નમાજ પઢે તો અમારે તેને કઈ રીતે રોકવો ?
આ વાત સાંભળી સ્વામીશ્રી ઘણા નારાજ થયા. ને કહે, 'બધા અમથા. બાળકો તિલક કરતા હોય એમાં શું વાંધો આવવાનો છે ? શાળામાં આરતી-પૂજા કરતા હોય તો બરાબર છે કે તેનો નિષેધ કરે. લોકસભાના સ્પીકર આયંગર પાર્લામેન્ટમાં તિલક કરીને જતા. એમને કાંઈ વાંધો ન હતો. ને અહીં શું થઈ જવાનું છે ? લોકો અમથા ડાહ્યા થાય છે. નમાજને ને આને શા માટે સાંકળે છે ?'
બાળમાનસ ઉપર જ્યારે સારા સંસ્કારોનું આરોહણ થઈ રહ્યું છે ત્યારે સમાજથી ડરતા અસ્મિતાશૂન્ય આવા આગેવાનો સમાજની જે કુસેવા કરે છે તે અત્યંત શોચનીય છે.
Vachanamrut Gems
Gadhadã II-4:
Constant Contemplation on God is Not a Small Feat
"Indeed, it is not a small feat to be able to contemplate upon God constantly. Because if one were to leave this body while contemplating upon God, one would attain an extremely elevated state."
[Gadhadã II-4]